ગુજરાત

gujarat

ETV Bharat / city

વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી - ડિજિટલ કરન્સી

અમદાવાદના વાલીઓ ચેતી જાય તેવા સમાચાર સામે આવ્યાં છે. અમેરિકન ડ્રગ્સનો ( American drugs ) ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે. પોલીસે ( Ahmedabad Police ) યુવાધનને નશાના રવાડે ચઢાવનાર ગેંગને ( gang selling American drugs ) ઝડપી અનેક ખુલાસા કર્યા હતાં.

વાલીઓ ચેતી જજો,  American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી
વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

By

Published : Nov 22, 2021, 7:57 PM IST

Updated : Nov 22, 2021, 8:18 PM IST

  • અમેરિકન ડ્રગ્સનું શૈક્ષણિક સંસ્થા સુધી કનેકશન, ગ્રામ્ય પોલીસે કરી મોટી કાર્યવાહી
  • આરોપીએ 300થી વધુ પાર્સલમાં ડ્રગ્સ મંગાવ્યા હોવાનુ સામે આવ્યું
  • પોલીસને આશરે 10 કરોડના ઓનલાઈન વ્યવહાર થયા હોવાનું જાણવા મળ્યું

અમદાવાદઃ અમેરિકન ડ્રગ્સ ( American drugs ) મામલે હવે તપાસનો રેલો શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોચે તેવું લાગી રહ્યું છે. 4 આરોપીની તપાસમાં 10 કરોડથી વધુનું આશરે 100 કિલો ડ્રગ્સ અમદાવાદમાં વેચાયું (Drug Racket ) હોવાનો ખુલાસો થયો છે. સાથે જ 4 કરોડના વ્યવહારો ક્રિપ્ટોકરન્સીથી ( Cryptocurrency ) ચુકવાયા હોવાના પુરાવા મળ્યા છે. 300 પાર્સલમાં આ ડ્રગ્સ અમદાવાદ સુધી આવ્યું હતું. અન્ય 24 પાર્સલ કે જે કસ્ટમ વિભાગે ( Custom department ) કબજે કર્યા છે. આરોપી અલગ અલગ વ્યક્તિના અને સરનામે પાર્સલ મંગાવતા હતાં. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ડ્રગ્સ અમેરિકાથી આવતું હતું. જે પાર્સલ રિસિવ નથી થયા તેવા ડ્રગ્સ સાથેના પાર્સલ પોલીસ ( Ahmedabad Police ) કબજે કરશે.

અમદાવાદમાં બે વર્ષથી અમેરિકન ડ્રગનો ધંધો કરતી ટોળકીની પૂછપરછમાં મળી માહિતી

પોતાના નામે આવતા પાર્સલમાં કસ્ટમ વિભાગની નોટીસ મળ્યા બાદ અન્ય વ્યક્તિઓના નામે મંગાવ્યા હતાં પાર્સ

16 નવેમ્બરે બોપલમાંથી ડ્રગ્સ રેકેટના ( Bopal Drugs Racket ) થયેલા પર્દાફાશ બાદ પોલીસ ( Ahmedabad Police ) તપાસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થયા છે. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે ( Drug dealer Vandit Patel ) અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનુ ડ્રગ્સ વેચ્યું છે. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50 થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિમતના ડ્રગ્સની ડિલિવરી મેળવી હોવાની કબુલાત કરી છે. જેમાંથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટકોઈન જેવી ક્રિસ્ટોકરન્સી ( Cryptocurrency ) મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબજે કર્યા છે. જે પાર્સલ પણ પોલીસે કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ મંગાવવાની મોડસ ઓપરેન્ડી

ગ્રામ્ય પોલીસે ( Ahmedabad Police ) વંદિત પટેલ,( Drug dealer Vandit Patel ) પાર્થ શર્મા, વિપલ ગૌસ્વામી અને જીલ પરાતેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી અલગ અલગ વ્યક્તિના નામ અને સરનામે પાર્સલ મંગાવતા હતાં. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ડ્રગ્સ ( American drugs ) અમેરિકાથી અમદાવાદ આવતુ હતું. આરોપીની પૂછપરછ કરતા વિપલ ગૌસ્વામી નામનો આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર વિક્કી ગૌસ્વામીનો ( drug lord vicky goswami ) ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. જેથી વિક્કી ગૌસ્વામીની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. વંદિતે ઓનલાઈન ડ્રગ્સ સાઈટ જેવી કે ગ્લેન રીયેલ સ્ટુડીયોઝ, લાઈફ ચેન્જીસ હેલ્થ કેર નામની વેબસાઈટ પરથી ડ્રગ્સ મંગાવી વીકર મી, સ્નેપ ચેટ અને ટેલીગ્રામ જેવી એપ્લિકેશનની મદદથી ડ્રગ્સ પેડલરો ( Drug peddler ) થકી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.

2012થી ડ્રગ્સનો નશો કરે છે આરોપી

વંદિત પટેલની ( Drug dealer Vandit Patel ) પૂછપરછ કરતા ખુલાસો થયો કે તે પોતે વર્ષ 2012થી ડ્રગ્સનો ( American drugs ) નશો કરે છે અને અલગ અલગ ડ્રગ્સની અસર ( effect of drugs ) થાય છે તેની પણ માહિતી ધરાવે છે. સાથે જ વંદિતે ન માત્ર અમેરિકા પરંતુ મુંબઈ અને હિમાચલમાંથી પણ ડ્રગ્સ મંગાવ્યું હતું. તેના મિત્રો કે જે ન્યુઝીલેન્ડ અને ચીનમાં રહે છે તેમને પણ ડ્રગ્સની ડિલેવરી અમેરિકાથી અપાવી હતી.. સાથે જ વંદિત દિલ્હી, મુંબઈમાં જઈ ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરતો હતો. જેથી તે અમદાવાદ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પોતાનો ડ્રગ્સનો વેપલો ચલાવી શકે.

વિદ્યાર્થીઓને બનાવ્યાં બંધાણી

અમેરિકન ડ્રગ્સનો ( American drugs ) ઉપયોગ કરનાર મોટા ભાગે વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ( Ahmedabad Police ) અલગ અલગ ઈન્સ્ટીટ્યુટમાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે. સાથે જ વિદ્યાર્થી સુધી ડ્રગ્સ કોણ પહોંચાડતું હતું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ક્રીપ્ટોકરન્સીથી ( Cryptocurrency ) પેમેન્ટ ચુકવાતું હોવાથી પોલીસે ડ્રગ પેડલરોના ( Drug peddler ) ક્યુઆર કોડ ( QR code ) પણ કબજેે કર્યા છે. જેના આધારે ડિજિટલ કરન્સીનો ( Digital currency ) ઉપયોગ , કોણ, ક્યાંથી અને કેવી રીતે કરે છે તેની તપાસ કરવામાં આવશે.

ઉદેપુરની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીની સંડોવણી


પોલીસ તપાસમાં ( Ahmedabad Police ) સામે આવ્યું છે કે આરોપીએ 50 સરનામે 300થી વધુ પાર્સલની ડિલેવરી મેળવી આવી હતી. તે અંગે તપાસ કરતા ઉદેપુરની ડેન્ટલ કોલેજના ( Dental College Udaipur ) વિદ્યાર્થી આકાશનું નામ સામે આવે છે, કારણ કે તેના સરનામે પણ ડ્રગ્સ ( American drugs ) મોકલવામાં આવ્યું હતું. સાથે જ સરનામું અને પાર્સલ છોડાવી આપનારને આરોપી 7000 રૂપિયા ચુકવતો હોવાનો ખુલાસો થયો છે. જે અંગે પોલીસ દ્વારા ઈ કાર્ગો દ્વારા પાર્સલ મોકલનાર કંપની પાસેથી પણ તમામ ડેટા માંગવામાં આવ્યાં છે. જેથી તે અંગે પણ તપાસ થઈ શકેે, હવે પોલીસ શૈક્ષણિક સંસ્થાઓ પર પણ તપાસનો દોર શરૂ કરશે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે.

આ પણ વાંચોઃ સુરતમાં Synthetic drugs બનાવવા આખી લેબોરેટરી ઊભી કરનાર યુવક આખરે પોલીસનાં હાથે ઝડપાયો

આ પણ વાંચોઃ War Against Drugs : ડ્રગ્સ દેશના ભવિષ્યને 10 વર્ષ પાછળ ધકેલે છે, માનવ શરીર પર ડ્રગ્સની અસરો વિશે શું કહે છે ડોકટર?

Last Updated : Nov 22, 2021, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details