રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને મળી આવ્યો દારૂ - દારુ
શહેરમાં વહેલી સવારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિ ઘાયલ થયાં હતાં. જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી ત્યારે ગાડીમાંથી ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતી.
રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને મળી આવ્યો દારૂ
અમદાવાદઃ શહેરના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે 6-15 વાગ્યાના અરસામાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાચાલક સહિત 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાં હતાં જેમને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઘટના સ્થળેથી ગાડીનો ડ્રાઇવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.