ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ત્રણ દિવસથી AMTS કાર્યરત થઈ - AMTS has been working in Ahmedabad for three days

ગઈકાલે પણ AMTS બસમાં કુલ 52,473 પ્રવાસીએ સફર કરી હતી. આમ એક દિવસમાં મનપાને ફુલ 3,95,795 રૂપિયાનો વકરો પ્રાપ્ત થયો હતો. આગામી સમયમાં જો પ્રવાસીની સંખ્યામાં વધારો થશે તો જ AMTSની બસમાં વધારો કરવામાં આવશે.

અમદાવાદમાં ત્રણ દિવસથી AMTS કાર્યરત થઈ
અમદાવાદમાં ત્રણ દિવસથી AMTS કાર્યરત થઈ

By

Published : Jun 10, 2021, 9:03 AM IST

  • અમદાવાદમાં જાહેર પરિવહનની બસ શરૂ થતા લોકોને રાહત
  • AMTS બસની દૈનિક 25 લાખની આવક સામે 4 લાખ આવક પ્રાપ્ત
  • લોકોમાં કોરોનાને લઈ જાગૃતતા આવી- AMTS કમિટી ચેરમેન

અમદાવાદ:આજે સતત ત્રણ દિવસથી AMTSની બસ શહેરમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે, જાહેર પરિવહનની બસ શરૂ થઇ જતા અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધા છે. તેમણે રીક્ષા ચાલકોને વધુ ભાડું ન આપી સસ્તા દરે બસમાં પરિવહન કરવાની સુવિધા મળી રહી છે. એવામાં ગઈકાલે પણ AMTS બસમાં કુલ 52,473 પ્રવાસીએ સફર કરી હતી. આમ એક દિવસમાં મનપાને ફુલ 3,95,795 રૂપિયાનો વકરો પ્રાપ્ત થયો હતો.

આ પણ વાંચો:82 દિવસ બાદ આજથી શહેરમાં AMTS અને BRTS બસની સેવા કાર્યરત

કર્મચારીઓને કોરોના નિર્દેશોનો ભંગ કરતા પેનલ્ટી લગાવવામાં આવી

ETV bharat સાથે વાતચીત કરતા AMTS કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ લોકો પણ AMTS બસમાં ભીડ ન કરી સોશિયલ પાલન કરતા નજરે પડી રહ્યા છે. બસ શરૂ થતાં મેં જાતે તપાસ કરવા બસની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રવાસીનો પ્રતિસાદ પણ સાંભળ્યો હતો. બસમાં પૂર્ણ રૂપે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે, હાલ ત્રણ દિવસમાં કેટલાક કર્મચારીઓને કોરોના નિર્દેશોનો ભંગ કરતા પેનલ્ટી લગાવવામાં આવી છે. તે મુદ્દે પૂછતાં કમિટીના ચેરમેને જણાવ્યું હતુ કે એક પણ કર્મચારી પાસેથી આ વિષયે દંડ લેવામાં આવ્યો નથી.

અમદાવાદમાં ત્રણ દિવસથી AMTS કાર્યરત થઈ

આ પણ વાંચો:AMTSની બસ 7 જૂનથી શરૂ કરાશે

પરિસ્થિતિને જોઈ આગામી સમયમાં બસની સુવિધા વધારવી કે કેમ તે નિર્ણય લેવાશે

વલ્લભભાઈ પટેલે ETV bhaartને જણાવ્યું હતું કે, આગામી સમયમાં જો પ્રવાસીની સંખ્યામાં વધારો થશે તો જ AMTSની બસમાં વધારો કરવામાં આવશે. મહત્વનું છે કે હાલ શાળા-કોલેજ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓનો પ્રવાસ ઘટ્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં પણ પરિવહન કરનારા લોકોની સંખ્યામાં વધારો દેખાતો નથી. જેના કારણે હાલ 50 ટકા બસ કાર્યરત કરવામાં આવી છે. આગામી સમયમાં જ પ્રવાસીની સંખ્યામાં વધારો થશે તો નિશ્ચિતરૂપે બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details