- હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ
- ઠંડા પવનો ફૂંકાતા લોકોમાં ઠંડીનો ચમકારો મળ્યો જોવા
- વરસાદના કારણે અનેક શહેરો બન્યા હિલ સ્ટેશનો
અમદાવાદ: અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો (Change in Weather of Gujarat) જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની અસરજોવા(gujarat in unseasonable rain) મળી રહી છે. રાજ્યમાં વાદળ છાયા વાતાવરણની સાથે ઝરમર વરસાદ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જેમાં આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી રહી છે તેમજ તેના કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે.
ક્યાં શહેરમાં કેટલું તાપમાન જાણો...
શહેરનું નામ | મિનિમમ તાપમાન | મેક્સીમમ તાપમાન |
અમદાવાદ | 16.0 | 34.0 |
વડોદરા | 20.0 | 29.0 |
સુરત | 21.0 | 31.0 |
રાજકોટ | 21.0 | 29.0 |
ભુજ | 19.0 | 30.0 |
દ્વારકા | 23.0 | 28.0 |
ગરમીનો પારો 5થી 8 ડિગ્રી ગગડતાં ઠંડકમાં થયો વધારો