અમદાવાદબોટાદ લઠ્ઠાકાંડ કેસમાં એમોસના કંપનીના ડાયરેક્ટર સમીર પટેલે જે આગોતરા (Amos Company directors Bail application) જમીન માંગ્યા હતા. તે અંગે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જે મામલે સમીર પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં SITના અધિકારીએ વિરોધ કરતું સોગંદનામું રજુ કર્યું હતું. મહત્વનું છે કે, SITએ કરેલા સોગંદનામામાં એવી દલીલ કરાઈ છે કે, સમીર પટેલ સમગ્ર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર છે. તેની સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર આક્ષેપો હોવાથી સમીર પટેલ તેને આગોતરા જામીન આપી શકાય નહીં. આરોપીની પૂછપરછ માટે તેમની હાજરીની જરૂર છે.
આ પણ વાંચો Botad Lattha kand : કૉંગ્રેસે લઠ્ઠાકાંડને લઈને ભાજપ પર લગાવ્યા આરોપ
શું થઈ રજૂઆત આ સાથે એવી પણ રજૂઆત કરાઇ છે કે, લઠ્ઠાકાંડમાં 49 લોકોના મૃત્યુ માટે સમીર પટેલ સીધી રીતે જવાબદાર છે. જો તેમને જામીન મળે તો સાક્ષીઓ સાથે ચેડા કરીને તેમનો કેસ નબળો કરી શકે છે. SITએ સોગંદનામામાં કહ્યું છે કે, 8 લોકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ આપેલા નિવેદનથી સમીર પટેલની સીધી સંડોવણી પ્રસ્થાપિત થઈ છે. એમોસમાં જ્યાંથી આલ્કોહોલ લેવાયું હતું. તે જગ્યા પર CCTV કે સિકયોરિટી નથી. તેથી આલ્કોહોલ સરળતાથી બહાર મોકલી શકાય.
આ પણ વાંચો : PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યુથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન
કોર્ટે ચુકાદો અનામત રાખ્યો આ ઉપરાંત મિથાઇલ આલ્કોહોલ લાવવા લઇ જવાનું સરળ બનાવવા કંપનીના ડાયરેકટરો જવાબદાર છે. એમોસમાં બનતા કેમિકલ વેચવાના લાઇસન્સની તપાસ બાકી હોવાથી સમીર પટેલના આગોતરા મંજુર કરી શકાય નહીં. નાના કારીગરોને જવાબદાર ઠેરવીને ડિરેકટરો બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેથી પૂરતી તપાસ કરવી જરૂરી છે. આ સાથે જ SIT દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે, ડાયરેક્ટ જામીન આપવામાં ન આવે અને પૂછપરછ તેમજ પૂરતો સહયોગ મળે તે માટે તેમને જામીન ના આપવામાં આવે. જોકે, સમગ્ર મામલાને ધ્યાન લઈને કોર્ટે આ મુદ્દે ચુકાદો અનામત રાખ્યો છે. Amos Company directors Bail application Botad Lattakand case mastermind of Lattakand Sameer Patel application to court