ગાંધીનગરઃકેન્દ્રિય ગૃહપ્રધાને કલોલમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. અહીં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે વેક્સિન શોધાઈ ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું કે, આ મોદી વેક્સિન છે. ધ્યાનથી મૂકાવજો, પરંતુ હું વૈજ્ઞાનિકોએ દિવસરાત એક કરીને કોરોનાની વેક્સિન શોધી છે. તે બદલ હું આભાર માનું છું. કેન્દ્રિય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં તમે કમળ ખિલાવ્યું છે. કલોલને કમળ જેવું બનાવવાનું કામ મારું છે.
કાર્યકર્તાઓ સાથે મુલાકાત : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. ગૃહપ્રધાને તેમની મુલાકાત દરમિયાન ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને અનેક વિકાસના કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. આ બાદ તેમણે ગાંધીનગર ખાતેનાં ભાજપના કાર્યકર્તાઓની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે અનેકો ચર્ચા કરી હતી.
કોરોના કાળમાં લોકોના ઘરે અનાજ પહોંચ્યું -કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વ્યક્તિદીઠ દર મહિને 5 કિલો અનાજ 2 વર્ષ સુધી લોકોને આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 1990થી ભાજપનું શાસન છે, પરંતુ ગુજરાત ભાજપનો ગઢ છે, હતો અને રહેશે. કોંગ્રેસ અત્યારે મિટીંગ કરી રાખે છે.
અહીંથી હવે ગાડીઓ સડસડાટ નીકળશે -કેન્દ્રિય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, બીપીએમ ફાટકે 45 મિનીટ ગાડીઓ ઊભી રહેતી હતી. તે સમયે લોકો સિંગ ખાતા હતા, પરંતુ હવે સડસડાટ ગાડીઓ નીકળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બગીચો વડાપ્રધાનની અમૃત યોજનાની સ્કિમ અંતર્ગત બનશે. બાળકો કમ્પ્યુટર પર રમે છે, મેદાનમાં નહીં, પરંતુ જે બાળક માટીમાં ન રમી શકે તે જીવનમાં ક્યારેય જીવનની મુશ્કેલીનો સામનો ન કરી શકે. જે માટીમાં રમે, જે હારે, જે હાર પચાવતા શીખે અને જીતવાનો જોશ અને જૂનૂન રાખે તે જ જીવનમાં સફળ થાય છે.
કોંગ્રેસના સૂંપડા સાફ થશે -કેન્દ્રિય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, 2022નું વર્ષ ભાજપ માટે શુકનવંતું છે. કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે. જોકે, ચૂંટણી પહેલા અનેક પાર્ટીઓ ઊભી થઈ છે. તેમણે વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતનું નામ ઊંચું કરવાનું કાર્ય વડાપ્રધાને કર્યું છે. ભારત વિશ્વમાં ઉત્પાદનનું હબ બની શકે છે. કલોલમાં 38 કરોડ રૂપિયા અને અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત થયું છે. કલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસનો કાર્યો થશે. મારું ખાતું નગરપાલિકા પાસે સૂચિ મંગાવશે.
ચૂંટણી અંગે કેન્દ્રિય ગૃહપ્રધાનનું નિવેદન -કેન્દ્રિય ગૃહપ્રધાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કલોલના કાઉન્સિલરો એવું કાર્ય કરે તે આ વખતે તોડફોડ ન કરવી પડે. કલોલે ભાજપને નગરપાલિકા અને સાંસદ આપ્યા હવે વિધાનસભ્ય પણ આપજો.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે (શનિવારે) ગુજરાતના પ્રવાસે (Amit Shah Gujarat Visit) છે. તેમણે કલોલના મોટી ભોયણ (Amit Shah at Kalol) ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સર રોગ લોકજાગૃતિ અંગેની તાલીમ માટેના કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્રિય ગૃહપ્રધાને ગાંધીનગર વહીવટી તંત્રનો માન્યો આભાર- ગાંધીનગર વહીવટી તંત્રએ ઘરે ઘરે પહોંચીને પ્રાથમિક આરોગ્યની ચકાસણી કરી હતી. તે દરમિયાન કોને કેન્સરના પ્રાથમિક લક્ષણો દેખાય છે. તેનો એક સરવે કરી તેમના આગળના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરી હતી.