ભાજપના સ્થાપના દિને શાહનું શક્તિ પ્રદર્શન, એક દિવસમાં બે રોડ-શો - AHD
અમદાવાદ: અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ જોડાયા છે.

સ્પોટ ફોટો
અમિત શાહે રાણીપથી બીજા તબક્કાનો રોડ શો આરંભ કર્યો છે. આ રોડ શો રાણીપના નિર્ણયનગરથી શરૂ કરવામાં આવ્યો છે. જે ચાંદલોડિયા, ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કૂલ, સરદાર ચોક, નવ નિર્માણ સ્કૂલ, રાણીપ બસ સ્ટેન્ડથી રાધા સ્વામિ રોડ, સાબરમતી પાવર હાઉસ, રામનગર, રામબાગ રોડ, નિલંકઠ મહાદેવ, હરિઓમ સોસાયટીથી દેવભૂમિ રોડ સુધી ચાલશે.