ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસ નહી ભરનાર સામે તંત્રની કાર્યવાહી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદમાં ટેક્સ ન ભરનારા સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે લાલ આંખ કરી છે અને ટેક્સ નહીં ભરનારાઓની સૌથી વધુ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.

ટેકસ નહી ભરનાર સામે તંત્રની લાલ આંખ
ટેકસ નહી ભરનાર સામે તંત્રની લાલ આંખ

By

Published : Mar 9, 2021, 7:58 PM IST

  • ચૂંટણી પૂર્ણ, સામાન્ય જનતા પર અધિકારીઓનો માર
  • ટેકસ નહી ભરનાર સામે તંત્રની લાલ આંખ
  • બાકી કરવેરો નહી ચૂકવનાર સામે પ્રોપર્ટી સીલની કાર્યવાહી

અમદાવાદ:શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થતાં જ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની ભરપાઈ કરવામાં ન આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા ડ્રાઈવ-ઈન સિનેમા રોડ, ગુરુકુળ રોડ, બોડકદેવની 90 જેટલી અને અન્ય ઝોનની 138 સહીત 200થી વધુ મિલકતો તંત્રએ સીલ કરી દીધી છે.

આ પણ વાંચો:અમદાવાદ: રૂ. 15 લાખની લાંચ માંગવાના કેસમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસરને કમિશનર મુકેશકુમારે સસ્પેન્ડ કર્યા

કેટલી મિલકતો કરાઈ સિલ..?

ડ્રાઈવ-ઈન સિનેમા રોડ, બોડકદેવ રોડ પર આવેલા સિગ્મા 2, યશ કોમ્પ્લેક્સ, ગેલેક્ષી બજારની 12 મિલકતો, હેલ્મેટ સર્કલ રોડ પર રુદ્ર આરકેડ અને કાઈરોસની 17 મિલકતો, ગુરુકુળ રોડ પર ઓક્સફર્ડ ટાવર, શાંતમ્ કોમ્પ્લેક્સની 9 મિલકતો અને એસ.જી હાઈવે પર સુમેલ 2, પટેલ એવન્યુ, રૂદ્ર કોમ્પ્લેક્સની 11 મિલકતોને સીલ કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ ઝોનમાં પણ ટેક્સ વિભાગે મિલકત વેરો ન ભરનારા સામે કાર્યવાહી કરી હતી. પાલડી, ચાંદખેડા, મીઠાખળી, નવરંગપુરા, સાબરમતી, નવા વાડજ, વાડજ સહિતના વિસ્તારમાં આવેલી કુલ 200 જેટલી મિલકતોને ટેક્સ વિભાગે સીલ કરી છે.

ટેકસ નહી ભરનાર સામે તંત્રની કાર્યવાહી

આ પણ વાંચો:AMCના પૂર્વ એન્જિનિયર સાથે ઠગાઈ

આગામી દિવસોમાં સીલની ઝૂંબેશ વધુ સઘન કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરાની વસુલાત માટે મિલકતો સીલ કરી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવે અને બોડકદેવ વિસ્તારમાં મિલકતોને સીલ કરાઈ છે. જે ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટિસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સીલની ઝૂંબેશ વધુ સઘન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details