ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCએ BU પરમિશન વગરના 1500થી વધુ એકમો કર્યા સિલ - હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે ગુરૂવારે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. જેમાં, હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે, BU પરમિશન વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો. ત્યારે, ગત રોજ મોડી રાત્રે AMCએ હરકતમાં આવી કાર્યવાહી શરુ કરી હતી.

હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCએ BU પરમિશન વગરના 1500થી વધુ એકમો કર્યા સિલ
હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCએ BU પરમિશન વગરના 1500થી વધુ એકમો કર્યા સિલ

By

Published : Jun 3, 2021, 3:55 PM IST

  • હાઈકોર્ટની ટકોર બાદ AMC આવી એક્શનમાં
  • BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી
  • 3 દિવસમાં 1500થી વધુ એકમો સીલ કરાયા

અમદાવાદ: ફાયર NOC તથા BU પરમિશન મુદ્દે હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ AMCના અધિકારીઓએ એક્શનમાં આવીને BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી હતી. શહેરમાં ત્રણ દિવસમાં ચાંદખેડા, નિકોલ, અમરાઈવાડી, વિરાટનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કુલ 1507 યુનિટને સીલ મારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

AMC દ્વારા ઈન્ડસ્ટ્રીયલ થઈને કુલ 1206 યુનિટ સીલ કરાયા

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈ કાલે 1 જૂનના રોજ શહેરના પશ્ચિમ ઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 692 જેટલી દુકાનોને સીલ મારી દીધું છે. આજે કરેલી કાર્યવાહીમાં સ્કૂલ, હોટલ વગેરેને પણ સીલ મારી દીધા છે. 1 જૂને 851 દુકાનો,ઓફિસો અને ક્લાસિસ, હોટેલના 293 રૂમ, રેસ્ટોરન્ટના 12 યુનિટ, 3 સ્કૂલોના 48 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈને કુલ 1206 યુનિટ સીલ કરાયા હતાં.

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢી

ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું, માત્ર ખાનગી રહેણાંક, ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો પૂરતી નહીં હોય. સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ કોર્પોરેશને રજૂ કરવી પડશે. હાઈકોર્ટે કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનાઓમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસ્દી લીધી નથી. ગેરકાયદે વપરાશ કર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડીંગ વપરાશની પરમિશન નથી?

આ પણ વાંચો:સુરતમાં સતત ચોથા દિવસે પણ ફાયર દ્વારા સીલની કામગીરી યથાવત

ઓઢવમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરાઈ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી છે. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details