ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું: આંતરિક જૂથવાદ જવાબદાર? - AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ પક્ષની અંદરનો જૂથવાદ માનવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા મોવડીમંડળ સમક્ષ વિપક્ષના નેતા બદલવાની માગ મૂકાઈ હતી અને જેને લઈને પાર્ટીમાં છેલ્લાં કેટલાય સમયથી વિખવાદ ચાલુ હતો. જેને અંતે આજે દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું છે.

AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું: આંતરિક જૂથવાદ જવાબદાર?
AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું: આંતરિક જૂથવાદ જવાબદાર?

By

Published : Oct 19, 2020, 8:31 PM IST

  • AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપ્યું
  • પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યુંઃ દિનેશ શર્મા
  • હું હંમેશા કોંગ્રેસનો સૈનિક રહીશઃ દિનેશ શર્મા



    અમદાવાદઃ છેલ્લાં કેટલાય સમયથી કોંગ્રેસ પક્ષમાં વિપક્ષના નેતા બદલવાની માગ ઉઠી હતી અને જેના કારણે અમદાવાદ શહેર કોંગ્રેસમાં બે જૂથ પડી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, થોડા સમય પહેલાં જયારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યાં ત્યારે આ મુદ્દે બંધબારણે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં કોંગ્રેસના 4 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાસસુદીન શેખ દિનેશ શર્માના સમર્થનમાં હતાં. જ્યારે અન્ય 2 ધારાસભ્યો વિપક્ષના નેતાને બદલવા માગતાં હતાં.
    શહેર કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા મોવડીમંડળ સમક્ષ વિપક્ષના નેતા બદલવાની માગ મૂકાઈ હતી
  • દિનેશ શર્માએ જૂથવાદની વાતને નકારી
    ETV ભારત સાથે દિનેશ શર્માએ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે અને હું પાર્ટી સાથે જોડાયેલો છું અને હંમેશા જોડાયેલો રહીશ. આ ઉપરાંત પાર્ટીમાં જૂથવાદ હોવાની વાત પણ દિનેશ શર્માએ નકારી હતી.

ABOUT THE AUTHOR

...view details