અમદાવાદઃ AMCએ સિવિલ અને ક્રિમિનલ લો ભંગ કરનારી શહેરની 16 ખાનગી હોસ્પિટલને નોટીસ ફટકારી છે. એપિડેમિક ડિસીઝ્ડ ઍક્ટ 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ 2005 હેઠળ કોવિડ-19 માટે કરાયેલા આદેશનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારી હતી. આ હોસ્પિટલોનાં 50 ટકા બેડ કોવિડ-19 માટે AMCને આપવાના હતા. જો કે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા 50 ટકા બેડ ન સોપાતાં AMC દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મેડિકલ એસોસિએશનની અપીલ હોવા છતાં આ હોસ્પિટલો સહકાર ન આપતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. તેમજ હજુ પણ જો આ તમામ હોસ્પિટલ દ્વારા કોઈ નક્કર પગલા નહીં લેવાય તો હોસ્પિટલ સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવશે. મહત્વનું છે કે, 16 મેના રોજ આ મામલે નિર્ણય લેવાયો હતો અને તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા હતાં. આ માટે તંત્રએ શહેરની કુલ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી હતી. જેમાં 50 ટકા બૅડ સરકારી અને ખાનગી એમ કોરોનાના દર્દીઓ માટે રાખવાના હતાં. જેમાં સરકારી બૅડનો ખર્ચ અમદાવાદ મનપા ભોગવશે.
આ હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી છે.
ર્સ્ટલિંગ હોસ્પિટલ
લાઇફ કેર હોસ્પિટલ
સરદાર હોસ્પિટલ
બોડીલાઇન હોસ્પિટલ
બોપલ આઇસીયુ એન્ડ ટિટાનિયમ સેન્ટરશ્રેય હોસ્પિટલ