અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન આજ જનરલ બોર્ડ બેઠક (AMC General Board Meeting ) મળી હતી. જેમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની ગેરહાજરી ( Leader of the Opposition Shahzad Khan Pathan ) જોવા મળી હતી. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે આ બોર્ડમાં દરેક કામ વિશે વાત કરવામાં આવી અને જે કામ મંજૂર કરવામાં આવ્યા હતાં તેમાં દરેકની સંમતિ પણ મળી. તે માટે વિપક્ષનો પણ આભાર માન્યો હતો.સાથે સાથે વિપક્ષે જે માગણી અને કામોની ચર્ચા કરી તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને જે ટેકનીકલ ખામી હશે તેને જલદી દુર કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દા ચર્ચા (Ahmedabad Corporation Meeting 2022) કરવામાં આવી હતી.
આયુષ્યમાન કાર્ડ કઢાવવા હાલાકી પડી રહી છે
ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર જણાવ્યું હતું કે,ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર કોર્પોરેશન અંતર્ગત N Code મારફતે રાજ્યના નાગરિકોના આરોગ્યલક્ષી ખર્ચમાં સહાયભૂત થવા જે સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢવવાની કામગીરી ઓમ એન્જીનિયરિંગ અને આદિત્ય માઇક્રોસોસી કંપનીને સોંપવામાં આવેલી છે જેમાં અમદાવાદમાં અંદાજિત 35 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો અને સિવિક સેન્ટરો છે.જેમાં રોજના 1200થી 1300 લાભાર્થી આયુષ્યમાન કાર્ડ કાઢવતા આવતા હોય છે. પરંતુ કોમ્પ્યુટર ટેક્નિક કારણોથી લાભથી વંચિત રહી જાય છે. જે ટેકનીકલખામી જલ્દી દુર કરવાની માંગણી કરવામાં આવી હતી.