અમદાવાદ:અમદાવાદમાં આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માની ઉપસ્થિતિમાં 3 ઈન્દીરા ગાંધી ICU વાન (3 Indira Gandhi ICU Ambulance launched) અને 3 ઈન્દીરા ગાંધી મોબાઇલ ક્લિનિક એમ્બ્યુલન્સનો પ્રારંભ (3 Indira Gandhi Mobile Clinic Ambulance launched) કરવામાં આવ્યો હતો. આ એમ્બ્યુલન્સ નહીં નફો કે નહી નુકશાનના ધોરણે શરૂ કરવામાં આવશે.
1983મા રાહત સમિતિની રચના કરવામાં આવી
કુદરતી આફતના સમયમાં કોંગ્રેસ દ્વારા પીડિત ભાઈ બહેનોની મદદ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનિક ટ્રસ્ટ (Public Trust of Gujarat Relief Committee) હેઠળ 1983માં રચના કરવામાં આવી હતી. જેમાં 1986-87-88માં રાજ્ય વ્યાપી દુષ્કાળ વખતે રાજ્યના પશુધન બચાવવા માટે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ 130 જેટલા કેમ્પ ચલાવવામાં આવ્યા હતા. તેમાં અંદાજે સાવા લાખ અબોલ પશુઓને બચાવવાનું ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યું હતું.