ચેતજોઃ લોકડાઉન બાદ પાર્કિંગની સમસ્યાને લઈને પોલીસની મેગા ડ્રાઈવ શરુ - પાર્કિંગ
અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફરી એકવાર મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં રસ્તા પર બેફામ પાર્ક કરેલા વાહનો માટે વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને લોકોને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.
ચેતજોઃ લોકડાઉન બાદ પાર્કિંગની સમસ્યાને લઈને પોલીસની મેગા ડ્રાઈવ શરુ
અમદાવાદઃ 23 માર્ચ બાદ સમગ્ર દેશમાં લોકડાઉન હતું. જે બાદ 1 જૂનથી અનલોક શરૂ થતાં રાબેતા મુજબ કામકાજ શરૂ થયું હતું. ત્યારે અગાઉ જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હતી તેવી સ્થિતિને લઈને શહેરના ભરચક એવા રીલીફ રોડ ખાતે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.