- AIMIM ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે
- સાબિર કાબલીવાલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા
- ઓવૈસીએ સત્તાવાર ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ નવા વર્ષની શરૂઆતમાં જ 2 દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા. AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલે અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર શાબિર કાબલીવાલા સહિત કેટલાક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અમદાવાદ મુલાકાત વખતે જ AIMIMનું પ્રમુખ પદ કોને સોંપવું તે અંગે પણ વિચારણા થઈ હતી, તે વખતે સાબિર કાબલીવાલાનું નામ ચર્ચામાં આવ્યું હતું. આજે મંગળવારે ઓવૈસીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને જાણ કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.
પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રણનીતિ જાહેર કરી નથી