ગુજરાત

gujarat

ETV Bharat / city

લૉક ડાઉનમાં અમદાવાદનો અતિવ્યસ્ત આશ્રમરોડ ભેંકાર બન્યો છે, જુઓ વિડીયો - ગાંધીજી

લૉક ડાઉનથી હાલ અમદાવાદ સુમસામ બન્યું છે, જે અમદાવાદ બારેમાસ ટ્રાફિકથી ધમધમતું હતું, જ્યાં લોકો ઓફિસે અને ઓફિસથી ઘરે જવા માટે ઑવરટેક કરતાં જોવા મળતાં હતાં.ત્યાં સુમસામ રસ્તાઓ અમદાવાદનું અલગ ચિત્ર દર્શાવી રહ્યાં છે. અમદાવાદના આશ્રમ રોડને જોડતાં તમામ બ્રિજ અને આશ્રમ રોડનો શું માહોલ છે તે જોવા ETV Bharatની ટીમે અમદાવાદના અતિવ્યસ્ત એવા આશ્રમરોડનો ચિતાર મેળવ્યો હતો.

લૉક ડાઉનમાં અમદાવાદનો અતિવ્યસ્ત આશ્રમરોડ ભેંકાર બન્યો છે, જુઓ વિડીયો
લૉક ડાઉનમાં અમદાવાદનો અતિવ્યસ્ત આશ્રમરોડ ભેંકાર બન્યો છે, જુઓ વિડીયો

By

Published : Apr 4, 2020, 8:25 PM IST

અમદાવાદ- અમદાવાદ શહેરનો આશ્રમ રોડ નાનામોટા તમામ વેપારથી ધમધમતો હોય છે. સાબરમતી નદીના બે બાજુને જોડતાં સાત અલગઅલગ બ્રિજ સીધા આશ્રમ રોડને જોડી રહ્યાં છે. કોટ વિસ્તાર અને અન્ય બીજા છેડેથી બ્રિજ પસાર કરી તમામ લોકો સરળતાથી આશ્રમ રોડ પર આવી પહોંયે છે. પરંતુ આજે કોરોના વાઇરસ અને લૉક ડાઉનને લઈને રસ્તાઓ, બ્રિજ સાવ સુમસામ અને ભેંકાર જોવા મળી રહ્યાં છે. ઇન્કમટેક્સ પાસે આવેલ ગાંધીજી એકલા ઉભાં છે, જાણે અમદાવાદને કઈક થયું હોય તેની સાક્ષી પૂરી રહ્યાં છે. અમદાવાદમાં કોઈપણ આંદોલન થાય ત્યારે ઈન્કમટેક્સ ગાંધીજીના સ્ટેચ્યૂ પાસે ધરણા પ્રદર્શન યોજાય છે, આજે ગાંધીજીનું સ્ટેચ્યૂ આંદોલનકારીઓની રાહ જોઈ રહ્યું છે.

લૉક ડાઉનમાં અમદાવાદનો અતિવ્યસ્ત આશ્રમરોડ ભેંકાર બન્યો છે, જુઓ વિડીયો


આશ્રમરોડ પર આવેલ વેપાર જગત શાંત થઈ ગયું છે. સિટી ગોલ્ડ સિનેમાઘર છે. ત્યાં કોઈ જોવા પણ નથી મળી રહ્યું. આશ્રમ રોડ પર આવેલ ગૂજરાત વિદ્યાપીઠ અને કોલેજો તે વિદ્યાર્થીઓની મોજ મસ્તી અને અભ્યાસથી ધમધમતી હતી. આજે આ લૉકડાઉનમાં આખો આશ્રમરોડ થંભી ગયો છે. આ તમામ વસ્તુ એક બાબતની ચોક્કસ ખાતરી પુરી પાડી રહ્યું છે કે અમદાવાદમાં ચૂસ્તપણે લૉક ડાઉનનું પાલન થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details