- છેલ્લા એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના 22,000 કેસ નોંધાયા
- પોલીસે રૂ. 2 કરોડનો દંડ વસુલ્યો
- પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેશે
અમદાવાદ: શહેરમાં પોલીસ હાલ ચુસ્તપણે અમદાવાદીઓ પાસેથી તમામ કોરોનાના નિયમોનું પાલન કરાવી રહી છે. જે અંતર્ગત રાત્રી કરફ્યુ અને અન્ય જાહેરનામાના ભંગ બદલ કુલ 22,000 કેસ નોંધાયા છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં 35,745 ગુના નોંધીને પોલીસે 44, 667 લોકોની અટકાયત કરી છે. આ સાથે જ માસ્ક ન પહેરનાર પાસેથી એક અઠવાડિયામાં રૂ. 2 કરોડ વસુલવામાં આવ્યા અને કુલ અત્યાર સુધીમાં 3.13 લાખ માસ્કના કેસ કરીને 19 કરોડ જેટલી રકમ વસુલવામાં આવી છે.