ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ યુવકે પોલીસ માટે બનાવ્યું ઓટોમેટિક સેનિટાઈઝર મશીન - કોરોના અમદાવાદ

અમદાવાદ- કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે ને દિવસ વધતું જાય છે ત્યારે પોલીસકર્મીઓ પણ આ રોગમાં સપડાયા છે. એક યુવક દ્વારા ઓટોમેટિક સેનિટાઈઝર મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને પોલીસ માટે આપવામાં આવ્યું છે જેનાથી પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં પહેલા પોલીસકર્મીઓ સેનેટાઇઝરથી હાથ સાફ કરી શકશે.

યુવકે પોલીસ માટે બનાવ્યું ઓટોમેટિક સેનિટાઈઝર મશીન
યુવકે પોલીસ માટે બનાવ્યું ઓટોમેટિક સેનિટાઈઝર મશીન

By

Published : Apr 23, 2020, 1:11 PM IST

Updated : Apr 26, 2020, 5:09 PM IST

અમદાવાદ: મારવાડી યુનિવર્સિટી રાજકોટમાં ફરજ બજાવતાં આસ. પ્રોફેસર પાવક મિસ્ત્રી અને ઉવેશ સિપાહી અને વિદ્યાર્થી સૌરભ દ્વારા એક ઓટોમેટિક સેનિટાઈઝર મશીન તૈયાર કરવામાં આવ્યું છે.આ મશીનની વિશેષતા એ છે કે તેને અડ્યાં વિના બંને હાથ મશીન પાસે લઈ જવાથી ઓટોમેટિક સેનિટાઈઝર હાથમાં આવે છે અને હાથ સાફ કરી શકાય છે.

અમદાવાદઃ યુવકે પોલીસ માટે બનાવ્યું ઓટોમેટિક સેનિટાઈઝર મશીન

હાલમાં 5 લિટરની ક્ષમતાવાળું વર્કિંગ પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ મશીન F ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યું છે. પોલીસ લોકોની વચ્ચે રહે છે અને તેમને ચેપ લાગવાની વધારે શકયતા રહેલી છે જેથી કોઈ પણ મુલાકાતી કે પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં પ્રવેશે ત્યારે સેનિટાઈઝરથી હાથ સાફ કરે તો ચેપ લાગવાની શકયતા ઘટે છે.

Last Updated : Apr 26, 2020, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details