અમદાવાદઃ યુથ કોંગ્રેસના પ્રમુખ ભૂમન ભટ્ટના જણાવ્યાનુસાર, નેશનલ રજીસ્ટર ઓફ અન એમ્પલોઈમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ શહેરી વિસ્તારમાં 9 ટકા, ગ્રામીણ વિસ્તારમાં 6.8 ટકા, સ્ત્રીઓમાં 17.5 ટકા અને ભારતનો હાલનો બેરોજગારીનો દર 7.5 ટકા છે.
અમદાવાદ યુથ કોંગ્રેસે બેરોજગારીનું સંકટ ઉજાગર કરવા અભિયાન શરૂ કર્યું - નેશનલ રજીસ્ટર ઓફ અનએમ્પલોઈમેન્ટ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ 23 જાન્યુઆરીએ બેરોજગારી રાષ્ટ્રીય રાજીસ્ટરની માંગણી કરી છે. 23મી જાન્યુઆરીએ યુથ કોંગ્રેસ દ્વારા દિલ્હીથી દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ મંગળવારથી આ અભિયાનનું યુથ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામા આવ્યું છે.
અમદાવાદ યુથ કોંગ્રેસે બેરોજગારીનું સંકટ ઉજાગર કરવા શરૂ કર્યું અભિયાન
આ આંકડા જોતા યુથ કોંગ્રેસ દ્વારા સરકાર પાસે NRUની માંગણી કરવામાં આવી છે. આ માંગણી માટે યુથ કોંગ્રેસે એક અભિયાન પણ શરૂ કર્યું છે. જે 23 જાન્યુઆરીથી નવી દિલ્હી ખાતેથી શરૂ થયું છે. આ અભિયાન મંગળવારથી ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટોલ ફ્રી નંબર પણ રાખવામાં આવ્યો છે. આ નંબર લોકો મિસ કોલ કરીને સમર્થન આપી શકે છે.