અમદાવાદઃ રખિયાલમાં રહેતા ડેનિશ ક્રિશ્ચિયન નામના યુવાને આત્મહત્યા કરી (Ahmedabad Young Man Suicide) લેતા તેનો પરિવાર આઘાતમાં મૂકાયો છે. આ યુવાન ઓઢવની એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતો હતો. જોકે, છેલ્લા 4 મહિનાથી તેને કમરનો દુખાવો થતા તે ભારે કામ કરી શકતો નહતો. તેમ છતાં તેના મેનેજર અને સુપરવાઈઝ તેને ભારે કામ કરવાનું કહી ત્રાસ (Harassment of company managers and supervisors) આપતા હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો. આ ત્રાસથી કંટાળી યુવાને આત્મહત્યા કરી હોવાનો પરિવારનું કહેવું છે. આ યુવાન બાઈબલ વાંચવાનું કહીને ઘરના બીજા માળે રૂમમાં આત્મહત્યા કરી હતી. જોકે, તેણે બાઈબલની અંદર સ્યુસાઈડ નોટ (Suicide note of a young man who committed suicide) પણ મૂકી હતી, જે રખિયાલ પોલીસે (Rakhiyal Police Station) કબજે કરી 2 લોકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મેનેજર અને સુપરવાઈઝર હેરાન કરતા હોવાનો આક્ષેપ આ પણ વાંચો-માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...
રખિયાલમાં રહેતો હતો યુવક - આ અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર રખિયાલમાં આવેલી મેઘધારા સોસાયટીના છે. અહીં રહેતા ડેનિશ ક્રિશ્ચિયન નામના યુવકે આત્મહત્યા (Ahmedabad Young Man Suicide) કરી લેતા પરિવાર શોકના માહોલમાં છે. આ ઘટનાને અનેક દિવસો થઈ ગયા છતાંય આ પરિવારની આંખના આંસુ નથી સુકાયા. હવે આ પરિવારને ઘટનાની વાત કરીએ તો, ડેનિશ ક્રિશ્ચિયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા. ડેનિશ કિશ્ચિયનને છેલ્લાં 4 મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતુ નહોતુ. એટલ તેમણે કંપનીનાં મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવુ કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી.
આ પણ વાંચો-આધુનિક યુગમાં દહેજે ફરી એક વાર લીધો મહિલાનો ભોગ
મેનેજર અને સુપરવાઈઝર હેરાન કરતા હોવાનો આક્ષેપ - આ રજૂઆત છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનિશ ક્રિશ્ચિયનને ભારે કામ કરાવવાનો ત્રાસ (Harassment of company managers and supervisors) આપતા હતા. 19 એપ્રિલે ડેનિશ ક્રિશ્ચિયન પત્નીને જણાવ્યું હતું કે, કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટિસ આપી છે અને નોટિસનો જવાબ આપવા કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે. આથી ડેનિશ ક્રિશ્ચિયન સવારે કંપનીમાં ગયા હતા અને રાત્રે 11 વાગ્યે પરત ફર્યા હતા.
મૃતક યુવકને નોકરી છોડવા અપાયો હતો મૌખિક હુકમ -ત્યારબાદ તેમણે પત્નીને જણાવ્યું હતું કે, કંપનીનાં મેનેજર યોગેશભાઈએ વકીલ આવ્યો નથી કહીને ત્રણેક દિવસ બાદ આવવાનું કહ્યું છે. એટલે 10મેએ ડેનિશ ક્રિશ્ચિયન સવારે કંપનીમાં ગયા અને બપોરે ઘરે આવ્યા ત્યારે નિરાશ જોવા મળ્યા હતા. કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપનીનાં સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં 2 કલાક બેસાડી રાખી માનસિક ત્રાસ (Harassment of company managers and supervisors) આપ્યો અને નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખિક હુકમ કર્યો હતો. ત્યારબાદ બપોરે ડેનિશ ક્રિશ્ચિયને આત્મહત્યા (Ahmedabad Young Man Suicide) કરી લીધી હતી.
મૃતકના પત્ની ચા આપવા ગયાં ને જોયો મૃતદેહ -આત્મહત્યા કરતા પહેલા મૃતક તેમના પરિવારને એવું કહીને ગયા કે, ઉપરના મકાનમાં બાઈબલ વાંચીને આવું છું, પરંતુ બપોરે ડેનિશભાઈની પત્ની ચા બનાવી આપવા માટે ઉપરના માળે ગયા ત્યારે મકાનનો દરવાજો બંધ હતો. તેણે ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહતો. આથી તેમણે દરવાજો જોરથી ખોલતા ઘરમાં છત ઉપર લગાવેલા લોખંડનાં હુકમાં પતિએ નાયલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેણે બૂમાબૂમ કરી હતી.
બાઈબલમાં મળી સ્યુસાઈડ નોટ - આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે (Rakhiyal Police Station) પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જે રૂમમાં યુવકે આત્મહત્યા કર્યો હતો. ત્યાં બાઈબલનું ધાર્મિક પુસ્તક મળ્યું હતું. આ પુસ્તકમાં તેણે જોતા એક ચોપડાનાં અડધિયાનાં કાગળમાં સ્યુસાઇડ નોટનું લખાણ મળી આવ્યું હતું, જેમાં 2 લોકોના નામ સાથે આક્ષેપ કરાયા હતા. તો આ મામલે હવે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે મૃતકના પરિવારે યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી. FSLના રિપોર્ટના આધારે પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.