- અમદાવાદમાં સૌથી મોટું પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે
- એક સાથે 1,000થી વધુ કારને પાર્ક કરી શકાશે
- ઇલેક્ટ્રિક વાહનોને ઇ-ઝોનમાં ચાર્જ પણ કરી શકાશે
ન્યૂઝ ડેસ્ક :આજ કાલ ટ્રાફિકની સમસ્યાઓ ખુબ જ વધી રહી છે, ત્યારે રાજ્યમાં વાહન પાર્કિગને કારણે જ ટ્રાફિકની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે, ત્યારે અમદાવાદમાં શહેરનું સૌથી મોટુ સ્માર્ટ પાર્કિંગ બનશે. આ એક જ સ્થળે 1,000થી વધુ કાર પાર્ક કરી શકેશે. આ પાર્કિંગની ખાસ વિશેષતા એ છે કે MLCP દ્વારા ઓટોમેટિક પાર્કિંગ થશે. શહેરમાં પાર્કિંગની સમસ્યા સામે આ પાર્કિંગ સૌથી મોટી રાહત છે. રિવરફ્રન્ટની પશ્ચિમ બાજુના ઇવેન્ટ ગ્રાઉન્ડની સામે સ્માર્ટ પાર્કિંગ હાલ બનાવવામાં આવી રહ્યું છે.