ગુજરાત

gujarat

ETV Bharat / city

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ફરતાં કોરોના વૉરિયર ભારતીબહેનનું સોસાયટીએ કર્યું સુંદર સ્વાગત - કોવિડ19

એકતરફ તબીબી સ્ટાફ સાથે કેટલાક લોકો કોરોના સારવાર કે ટેસ્ટિંગને લઇને ઘર્ષણમાં ઉતરે છે ત્યાં કેટલેક સ્થળે કોરોના મહામારીની લડાઈના યોદ્ધાઓને વિશેષ સન્માન પણ અર્પે છે. અમદાવાદના સીટીએમ સ્થિત તુલસી બંગ્લોઝમાં રહેતાં નર્સ ભારતીબહેન રાવલને વિસ્તારના લોકોના ઉષ્માભર્યાં આવકારનો એવો જ અનોખો અનુભવ થયો, જ્યારે તેઓ સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર પરથી પરત ફર્યાં હતાં.

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી પર ફરતાં કોરોના વૉરિયર ભારતીબહેનનું સોસાયટીએ કર્યું સુંદર સ્વાગત
કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી પર ફરતાં કોરોના વૉરિયર ભારતીબહેનનું સોસાયટીએ કર્યું સુંદર સ્વાગત

By

Published : May 25, 2020, 4:00 PM IST

અમદાવાદઃ કોરોના મહામારીએ અમદાવાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે શહેરની બે મુખ્ય મોટી સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે જ્યાં સિવિલ કોવિડ હોસ્પિટલ વોર્ડમાં તબીબી સ્ટાફ દિવસ રાત કોરોના દર્દીઓની સારવારમાં લાગ્યો છે.

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી પર ફરતાં કોરોના વૉરિયર ભારતીબહેનનું સોસાયટીએ કર્યું સુંદર સ્વાગત

ખૂબજ ચેપી એવા કોરોના રોગની સારવાર કરતા તબીબી સ્ટાફને પણ ચેપ લાગવાની ઘણી શક્યતાઓ હોય છે તેમ છતાં પોતાની ફરજને અનુલક્ષીને પાછી પાની નહીં કરતાં તબીબી સ્ટાફ દર્દીઓ સારા સાજા થઈને ઘેર જાય તે માટે તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અમદાવાદ સિવિલ કોવિડ19 હોસ્પિટલની દર્દીઓની સારવારમાં ખડેપગે દસ દિવસની ફરજ બાદ સ્ટાફ નર્સ ભારતીબહેન રાવલ ઘેર પરત ફર્યાં હતાં ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી પર ફરતાં કોરોના વૉરિયર ભારતીબહેનનું સોસાયટીએ કર્યું સુંદર સ્વાગત

સીટીએમ સ્થિત તુલસી બંગ્લોઝમાં રહેતાં સિસ્ટર ભારતીબહેનને કોરોના વોરિયર તરીકે તેમણે આપેલી સેવાને બિરદાવતાં સોસાયટીના રહીશોએ થાળીઓ વગાડી ફૂલો વરસાવી તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. કોરોના જેવી મહામારીમાં કામ કરતાં તબીબી સ્ટાફને અમુકવાર કડવા અનુભવ થતાં હોય છે ત્યારે પરત ફરેલાં નર્સ ભારતીબહેનનું આવું સ્વાગત નોંધપાત્ર છે. ભારતીબહેને કોરોના દર્દીઓની સારવારનું કામ કર્યાં પછી પોતાના અનુભવ વિશે તેમણે ખાસ ETV Bharat સાથે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details