ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનો Action Plan

દિવાળીનો પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કોરોનાકાળ બાદ બે વર્ષ પછી હર્ષોઉલ્લાસ સાથે લોકો દિવાળીની ખરીદી માટે રસ્તા પર મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળતા નજરે પડે છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવે એ સ્વાભાવિક છે. પરંતુ આવા સમયે ટ્રાફિક વિભાગ ( Ahmedabad Traffic Department ) દ્વારા તેના નિવારણ માટે Action Plan બનાવી લીધો છે.

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનો Action Plan
દિવાળીના તહેવારને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનો Action Plan

By

Published : Oct 28, 2021, 9:19 PM IST

  • ટ્રાફિક પોલીસે દિવાળીને લઈને બનાવ્યો Action Plan
  • ભીડના સ્થળે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એક્શન પ્લાન
  • ગેરકાયદેસર પાર્કિંગને લઈને પોલીસ કડક બની

અમદાવાદઃ દિવાળીના તહેવારોને લઇને જનતાના અનેક કામો માટે બહાર નીકળી રહ્યાં છે. ત્યારેે શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સુચારુ બની રહે તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગે ( Ahmedabad Traffic Department ) Action Plan તૈયાર કર્યો છે. ટ્રાફિક પોલીસની જુદી જુદી ટીમો એલર્ટ મોડ પર કરવામાં આવી છે. તો નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરવા 15 ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 5 ઇન્ટરસેપ્ટ વાનથી સ્પીડમાં વાહન ચલાવતા લોકોને પકડવામાં આવશે. 200 બ્રિથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને દારૂ પીધેલા લોકોને ઝડપી પાડવામાં આવશે. બજારોમાં ખરીદી કરતા લોકો જો ગેરકાયદે વાહન પાર્ક કરશે તેવા વાહન જપ્ત કરવામાં આવશે.

ટ્રાફિકની સમસ્યા કાયમી સમસ્યા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ હવે કાયમી તકલીફ બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ લોકોને ટ્રાફિકના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તહેવારોમાં લોકો રસ્તા પર ખરીદી કરવા નીકળે છે ત્યારે આ મુશ્કેલીમાં વધારો થઇ જતો હોય છે. ટ્રાફિક નિવારણ અને નિયમોનું પાલન કરાવવા એન્ફોર્સમેન્ટ માટે જાણીતો અમદાવાદ ટ્રાફિક વિભાગ આવા સમયે ટ્રાફિક પોલીસે ( Ahmedabad Traffic Department Action Plan ) એક્શન પ્લાન બનાવી ટ્રાફિક સમસ્યા નિવારવા અને પાર્કિંગ હળવું કરવા પ્રયત્નો શરૂ કર્યા છે.

આ રીતે ગોઠવાઈ વ્યવસ્થા

શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો ( Ahmedabad Traffic Department Action Plan ) આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ન રહે તે અંગે વિશેષ ધ્યાન રાખશે. સાથોસાથ 16 ક્રેન , 3000 ફોર વ્હિલર ક્લેમ , 5 સ્પીડ ગનનો ઉપયોગ કરી દંડાત્મક કાર્યવાહી કરશે. જે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના 2 DCP, 5 ACP, 9 PI, 15 PSI, 2293 ટ્રાફિક પોલીસકર્મી, 1800 TRB , 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સાંભળવામાં આવશે.

એક્શન પ્લાન બનાવી ટ્રાફિક સમસ્યા નિવારવા અને પાર્કિંગ હળવું કરવા પ્રયત્નો શરૂ

ટ્રાફિક વિભાગ સજજ હોવાનો દાવો

એક તરફ ટ્રાફિક વિભાગ અ( Ahmedabad Traffic Department ) વારનવાર ટ્રાફિક નિવારણ માટે અનેક પ્રયાસ કરી રહ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ફરજિયાત દંડ પણ ઉઘરાવવામાં આવે છે. ત્યારે દિવાળીમાં ટ્રાફિક વિભાગ તેના માટે પણ સજ્જ હોવાનું અધિકારી માની રહ્યાં છે.

આ પણ વાંચોઃ ટ્રાફિક સમસ્યા દૂર કરવા અમદાવાદમાં ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોની થશે ભરતી

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાંસળી વગાડી કરે છે કમાણી

ABOUT THE AUTHOR

...view details