ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં રાત્રિનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપનાર ચોર ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો - અમદાવાદ પોલિસ

શહેરના પૂર્વ વિસ્તારમાં રાત્રિના સમયમાં દુકાનો અને ઘરની બહાર મારેલા લોકને અનલોક કરી ચોરી કરતો આરોપી ઝડપાયો છે. મોજશોખ માટે મિત્ર સાથે મળીને ચોરી કરતો આરોપી જેલ હવાલે થયો છે.

અમદાવાદ: રાત્રિનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપનાર ચોર ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો
અમદાવાદ: રાત્રિનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપનાર ચોર ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો

By

Published : Sep 12, 2020, 1:05 PM IST

અમદાવાદઃ પકડાયેલા આરોપીનું નામ છોટુ પવાર છે. નામ ભલે છોટુ હોય પણ 30 વર્ષની ઉમરે ક્રાઇમની દુનિયામાં બહુ મોટા ગુના કર્યા છે. પત્ની અને 5 બાળકો સાથે નારોલમા રહેતો છોટુ મૂળ મહારાષ્ટ્રનો છે અને અમદાવાદમાં 25 વર્ષથી રહે છે. પહેલાં સ્વીપર પછી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પણ આટલા પૈસા પરિવારનું ગુજરાન ચલાવવા અને પોતાના મોજશોખ માટે પૂરતાં ન હોઈ છોટુએ ચોરી કરવાનું નક્કી કર્યું અને 2017થી ચોરી કરતો હતો.

અમદાવાદ: રાત્રિનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપનાર ચોર ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો
નારોલ અસલાલી સહિત પૂર્વના વિસ્તારમાં રાત્રિના સમયે આરોપીની સવાર પડતી અને બંધ ગોડાઉન અને ઘરને ટાર્ગેટ બનાવતો હતો. મોટાભાગની ચોરીમાં આરોપી ગોડાઉનની બાલ્કની અને પતરાં તોડીને ચોરી માટે પ્રવેશતો અને ગોડાઉનમાં રાખેલો સામાન લઈને ફરાર થઈ જતો હતો. ન માત્ર ગોડાઉન પણ બંધ મકાનને પણ ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતો હતો. અત્યાર સુધીમાં 7 જેટલી ચોરીને અંજામ આપી ચૂક્યો છે. આરોપીની સાથે ચોરીમાં સામેલ વધુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ ચાલી રહી છે.
અમદાવાદ: રાત્રિનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપનાર ચોર ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો

ABOUT THE AUTHOR

...view details