ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સોલા સિવિલમાં બાળક બદલાયાંના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો - બાળક બદલાયું

અમદાવાદમાં સોલા સિવિલની કામગીરી પર સવાલ થાય તેવો કિસ્સો સામે આવ્યો છે.સોલા સિવિલમાં પ્રસૂતિ બાદ બાળક બદલાયું હોવાનો આક્ષેપ એક પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. જ્યારે હોસ્પિટલ પ્રશાસને આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે.

અમદાવાદ:સોલા સિવિલમાં બાળક બદલાયાંના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો
અમદાવાદ:સોલા સિવિલમાં બાળક બદલાયાંના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો

By

Published : Jul 17, 2020, 6:53 PM IST

અમદાવાદ: પરિવારજનોનું કહેવું છે કે પ્રસૂતિ બાદ પુત્ર જન્મ્યો હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ પુત્રી જન્મી હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. જેથી પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને સંતોષકારક જવાબ ન મળતાં સોલા પોલીસે જાણ કરી હતી. સોલા પોલીસે આ મામલે પરિવારની અરજી લીધી છે.

અમદાવાદ:સોલા સિવિલમાં બાળક બદલાયાંના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો
આ મામલે હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે પ્રસૂતિ કરાવવા આવેલ મહિલાને કોરોના અંગેનો રીપોર્ટ કઢાવ્યો હતો. જેથી કોવિડ વોર્ડમાં OTમાં રાખવામાં આવી હતી અને ત્યાં તેમની પ્રસૂતિ કરવામાં આવી હતી. કોવિડ OTમાં રોજની એક જ પ્રસુતિ કરવામાં આવે છે. બાળકના જન્મ બાદ પરિવારને જણાવવામાં આવ્યું હતું કે તેમને બેબી બોય થયો છે જેથી પરિવારને સમજવામાં ભૂલ થઇ હતી.પરિવારે કરેલા આક્ષેપો હોસ્પિટલે ખોટા ગણાવ્યાં છે. હાલ માતા અને બાળકી બંનેના DNA રીપોર્ટ કઢાવવામાં આવ્યા છે. ૪૮ કલાક બાદ રીપોર્ટ આવતાં જ હકીકત સામે આવશે.
અમદાવાદ:સોલા સિવિલમાં બાળક બદલાયાંના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો

ABOUT THE AUTHOR

...view details