અમદાવાદઃ સુંદરવનના એડમીન શૈલેષભાઈ પટેલ 'પ્રાણી દતક' પહેલ (Ahmedabad Sundarvan Animal Adoption ) વિશે વાત કરતાં જણાવે છે કે, કોરોના મહામારીને કારણે સમગ્ર જનજીવન ઠપ થઈ ગયું હતું અને લોકડાઉન અને અનેક પ્રતિબંધોને કારણે સહેલાણી - મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. જેના લીધે (Ahmedabad Sundarvan Zoo) આવકનો સ્ત્રોતમાં પણ ઘણો ફેર પડ્યો અને આર્થિક મુશ્કેલીઓનો (Covid19 Effect on animals) સામનો કરવો પડ્યો. જેથી એને દૂર કરવા માટે અમે આ 'પ્રાણી દતક' યોજના શરૂ કરી છે. જેમાં પશુપંંખીઓને એક મહિના માટેનો ખાવાનો ખર્ચ આપવાનો હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ આ પહેલનો લાભ લઈ શકે છે. તેમણે તમામ લોકો આ પહેલમાં સહભાગી બનીને તેમને સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી.
શું દત્તક લઇ શકાશે?
આ પહેલ (Ahmedabad Sundarvan Animal Adoption )થકી કોઈ પણ વ્યક્તિ સુંદરવનના (Ahmedabad Sundarvan Zoo)પશુપંખી, માછલી ઘર, સ્નેક, મગરમચ્છને એક મહિના માટે દતક લઈ શકે છે. જેમાં એક મહિના માટે 2000 /- રૂપિયા આપીને તેમનો ખાવાપીવાનો ખર્ચ ઉઠાવવામાં આવે છે.