અમદાવાદઃ રાજકોટમાં આજથી 75 વર્ષ પહેલા સ્વામિનારાયણ ગુરુકુળની સ્થાપના થઇ હતી. સ્વામિનારાયણ ગુરુકુલ પ્રણાલીના પ્રણેતા મહારાજ ધર્મજીવનદાસજીના જીવન ઉપર તેમના શિષ્ય માધવપ્રિયદાસજીએ(Madhavpriyadasji Book)06 ભાગમાં ધર્મ જીવનગાથા ગ્રંથનું (Dharm Jivangatha Granth )લેખન કરેલું છે. જેનો વિમોચન સમારોહ ધામધૂમથી અમદાવાદ એસજીવીપીમાં (Ahmedabad SGVP ) યોજાયો હતો.
સાહિત્યકારોનું સન્માન - આ ગ્રંથના લેખન કાર્ય પૂર્ણ થયાનાં ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ ગુરુકુળ એસજીવીપી છારોડી ખાતે ધર્મજીવન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારો પણ ઉપસ્થિત (Ahmedabad SGVP )રહ્યા હતા. જેમાં પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરી વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યપાલને હસ્તે રતિલાલ બોરીસાગર, શાહબુદ્દીન રાઠોડ જેવા સાહિત્યકારોનું સન્માન કરાયું હતું.
આ પણ વાંચોઃ ધર્મની સાથે આધુનિક વિજ્ઞાન શિક્ષણના પ્રણેતા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી