ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Serial Bomb Blast 2008: 49 આરોપીઓને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરાયાં, આવતીકાલે થશે વધુ સુનાવણી - અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપી

અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Bomb Blast 2008)માં આજે વિશેષ કોર્ટમાં સુનાવણી થઈ. 49 આરોપીઓને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. આ કેસમાં જજે તમામ દલીલોને અંતે વધુ સુનાવણી માટે આવતીકાલે સવારે પોણા અગિયાર વાગ્યાનો સમય આપ્યો છે.

Ahmedabad Serial Bomb Blast 2008: 49 આરોપીઓને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરાયાં, આવતીકાલે થશે વધુ સુનાવણી
Ahmedabad Serial Bomb Blast 2008: 49 આરોપીઓને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરાયાં, આવતીકાલે થશે વધુ સુનાવણી

By

Published : Feb 14, 2022, 4:05 PM IST

અમદાવાદ: અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Bomb Blast 2008) મામલે આજે વિશેષ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આજે કોર્ટમાં 49 આરોપીઓને વર્ચ્યુઅલી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને સાંભળ્યા બાદ આજે સરકારી વકીલને સાંભળવવામાં આવ્યા છે. આ કેસમાં આવતીકાલે બચાવ પક્ષને સાંભળવવામાં (ahmedabad bomb blast hearing)આવશે.

49 આરોપીઓને વર્ચ્ચૂઅલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Bomb Blast) કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં આજે 49 આરોપીઓને વર્ચ્ચૂઅલી રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દરેક આરોપીઓ (Accused of ahmedabad serial blast)ને સાંભળ્યા પછી આજે સરકારી વકીલને સાંભળવામાં આવ્યા હતા. બચાવ પક્ષ અને સરકારી વકીલને સાંભળ્યા પછી કોર્ટ ચૂકાદો આપે તેવી શક્યતા રહેલી હતી, પરંતુ અન્ય દલીલોને ધ્યાને રાખી જજે આવતીકાલે સુનાવણીની તારીખ આપી છે.

આ પણ વાંચો:Sentence Postponed on 2008 Blast Case : બોમ્બ બ્લાસ્ટ દોષિતોને સજાના ઓર્ડર માટે થઇ રહી છે આ કાર્યવાહી

આવતીકાલે પોણા અગિયાર વાગ્યે વધુ સુનાવણી

આજે સવારથી શરૂ થયેલી સુનાવણીમાં સરકારી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે આરોપીઓને સજા અંગે દલીલો થઈ હતી. જજે તમામ દલીલોને અંતે વધુ સુનાવણી માટે આવતીકાલે સવારે પોણા અગિયાર વાગ્યાનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2008ના દિવસે થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 જેટલા મૃત્યુ (Death In Ahmedabad Serial Bomb Blast) થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો:Ahmedabad Serial Bomb Blast 2008: SP ઉષા રાડાને ખાડિયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનો ફોન આવ્યો અને...

28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા

છેલ્લા 14 વર્ષથી આ કેસ માટે કાયદાકીય લડત ચાલી રહી છે અને જેમાં 78 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે 28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે. તો 49 આરોપીઓ દોષિત ઠરતા સજાના ઓર્ડર માટેની કાર્યવાહી ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details