અમદાવાદ: વર્ષ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Bomb Blast 2008) કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષની સુનાવણી (Ahmedabad Bomb Blast Case Hearing) પૂર્ણ થઈ છે. આજે વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસિક્યુશનનો પક્ષ સાંભળ્યો. પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરવામાં આવી હતી. તો બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે 18 ફેબ્રુઆરીના રોજ વિશેષ અદાલત સજા સંભળાવશે.
આ પણ વાંચો:Ahmedabad 2008 Serial Blast Case Hearing: આરોપીઓને સજા સંભાળાવતા પહેલા આજે વિશેષ કોર્ટમાં સુનાવણી
49 આરોપીઓને વર્ચ્યુઅલી રજૂ કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારના વિશેષ કોર્ટમાં સુનાવણી (Special court hearing Ahmedabad Blast Case) થઈ હતી. કોર્ટમાં 49 આરોપીઓને વર્ચ્યુઅલી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને સાંભળ્યા બાદ સરકારી વકીલને સાંભળવવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં આજે બચાવ પક્ષને સાંભળવવામાં (Ahmedabad bomb blast hearing) આવ્યો હતો.
આ પણ વાંચો:2008 Bomb Blast Case Hearing : સજાના ફરમાનની કાર્યવાહી આગળ વધી, 14 ફેબ્રુઆરી યોજાશે વધુ સુનાવણી
28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા
છેલ્લા 14 વર્ષથી આ કેસ માટે કાયદાકીય લડત ચાલી રહી છે અને જેમાં 78 જેટલા આરોપી (Accused of Ahmedabad bomb blast)ની ધરપકડ કરવામાં આવી છે. જો કે 28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે. તો 49 આરોપીઓ દોષિત ઠરતા સજાના ઓર્ડર માટેની કાર્યવાહી ચાલી રહી છે.