ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટ ચુકાદાને સી.આર.પાટીલે ગણાવ્યો ઐતિહાસિક - 2008 અમદાવાદ બ્લાસ્ટ ગુજરાત પોલીસ

2008માં થયેલા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case) માં કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે જેને હું આવકારું છું. તેમણે ગુજરાત પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.

Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટ ચુકાદાને સી.આર.પાટીલે ગણાવ્યો ઐતિહાસિક
Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટ ચુકાદાને સી.આર.પાટીલે ગણાવ્યો ઐતિહાસિક

By

Published : Feb 18, 2022, 3:09 PM IST

અમદાવાદ: જુલાઈ 2008માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast Case)ના 49માંથી 38 દોષિતોને કોર્ટે ફાંસીની સજા (death sentence in ahmedabad blast case) ફટકારી છે. જેને આવકારતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે (Gujarat BJP President) ચુકાદાને વિશ્વ માટે ઐતિહાસિક ગણાવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજનો ચુકાદો (ahmedabad serial blasts verdict) દેશ માટે ઐતિહાસિક ચુકાદો છે.

આજનો ચુકાદો દેશ માટે ઐતિહાસિક ચુકાદો.

નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી

તેમણે કહ્યું કે, ગુજરાતની શાંતિને ડહોળવાનો, ગુજરાતની સમૃદ્ધિને ડામવાનો (2008 ahmedabad bombings) જે પ્રયત્ન આતંકવાદીઓ કરી રહ્યા હતા અને જે કરવા વિચારી રહ્યા છે એમના માટે પણ નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે જેને હું આવકારું છું. પરંતુ આ સજા સુધી આરોપીઓને પહોંચાડવામાં ગુજરાત પોલીસે જે કામ કર્યું છે એમને પણ હું બિરદાવું છું.

આ પણ વાંચો:Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, PM મોદીએ તાત્કાલિન મુખ્યપ્રધાન તરીકે ગુજરાત પોલીસ (2008 ahmedabad blast gujarat police)ને ચેલેન્જ કરી હતી કે તમે જો આ ગુનો શોધી કાઢો અને આરોપીઓને સજા સુધી પહોંચાડો તો આ દેશને તમારી ખૂબ જ મોટી ભેટ હશે, અને આ તપાસ માટે તેઓએ દરેક પ્રકારની મદદ મુખ્યપ્રધાન તરીકે પોલીસને કરી. જ્યાં જરૂર પડે ત્યાં ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરી આપી અને અલગ-અલગ રાજ્યોમાં છૂપાયેલા આ ગુનેગારોને જેલના સળીયા પાછળ ધકેલાયા.

આ પણ વાંચો:Ahmedabad Serial Bomb Blast 2008 : સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો 18 તારીખ સુધી મુલતવી રાખ્યો

ગુજરાત પોલીસે ખૂબ જ જહેમત ભર્યું કામ કર્યું

પૂરતા પુરાવા સાથે જે સાક્ષીઓ હતા તેઓએ પણ હિંમત બતાવી. નામદાર કોર્ટે દેશના ઇતિહાસમાં કહી શકાય કે, આખી દુનિયાના ઈતિહાસમાં એક સાથે 38 લોકોને ફાંસીની સજા ફટકારી છે અને 11 લોકોને જન્મટીપ થઈ હોય તે પહેલો કિસ્સો છે. તાત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવું છું.

ABOUT THE AUTHOR

...view details