- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી
- વિવિધ પ્રકલ્પોની પ્રગતિ-કામગીરીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી
- અમદાવાદ અને જૂનાગઢ હિસ્ટોરીકલ પ્લેસ તરીકે વિકસિત થાય તેવી કામગીરી થશે
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદમાં સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કર્યું હતું. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામવા જઈ રહ્યું છે. તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે એવો વિશ્વાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
- રાજ્ય સરકાર વિકસાવી રહી છે નોલેજ કોરિડોર
ગુજરાત રાજ્ય એજ્યુકેશન હબ બને તે માટે સરકાર નોલેજ કોરિડોર પણ વિકસાવી રહી છે. સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે.
- આ પ્રકલ્પોથી બાળકો વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થશે
સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા આ દિશામાં થઈ રહેલી કામગીરીની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી તેમજ દેશનું સૌથી મોટું એક્વેરિયમ પણ આકાર પામવા જઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ઓતપ્રોત થઈ શકશે. ઉપરાંત અમદાવાદ સાયન્સ સિટીમાં ટેક્સટાઇલ ટેક્નોલોજીની ગેલેરી બનશે.
- બાલાસિનોરમાં અદ્યતન ડાયનાસોર પાર્ક નિર્માણ પામશે