ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણપતિનું ક્લેક્શન, અદ્ભૂત, અસાધારણ અને અતુલ્ય - ગણેશની મૂર્તિઓ એકત્રિત કરવાનો ખ્રિસ્તી માણસ જુસ્સો

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક છે, ત્યારે સૌ કોઈ આ ગણેશ ચતુર્થીના તહેવારને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવા માટે થઈને ગણેશજીને પોતાના ઘરે લાવીને અને તેમનું સ્થાપન કરીને ગણેશ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે. ગણેશ ઉત્સવ તો બધા મનાવતા હોય છે, પરંતુ આજે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથલિક હોવા છતાં પણ તેઓ ગણેશજીની વિવિધ પ્રકારના પ્રતિમાનું કલેક્શન કરવાનો પેશન છે. Christian man Large Collection of Ganesha idols Christian man passion for collecting Ganesha Idols Ahmedabad Roman Catholic Christian Ahmedabad Roman Catholic Christian

ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથલિક
ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથલિક

By

Published : Aug 30, 2022, 11:16 PM IST

અમદાવાદશહેરના આંબાવાડી વિસ્તારમાં (Ahmedabad Roman Catholic Christian) રહેતા એક ખ્રિસ્તી રોમન કેથલીક ડોનાલ્ડ માર્ક્સની કે જેઓ ખ્રિસ્તી હોવા છતાં પણ તેમણે ગણપતિજીની અવનવી પ્રતિમાઓનું કલેક્શન કર્યું છે. વિવિધ પ્રકારની ભગવાન શ્રીગણેશની પ્રતિમા છે કે પહેલી નજરને જોનાર સૌ કોઈ એમ જ કહેશે કે આ ગણેશજીના પરમ શ્રદ્ધાળુ હોવા જોઈએ. આ એક ખ્રિસ્તી રોમન કેથલિક વ્યક્તિ છે જે ચોક્કસપણે તમને આશ્ચર્ય અપાવશે. ગણેશજીની પ્રતિમાનું કલેક્શન કરનાર (Christian man passion for collecting Ganesha Idols) આ વ્યક્તિનું નામ છે ડોનાલ્ડ માર્કસ, ડોનાલ્ડ માર્કસે એટલી બધી ગણેશજીની અનેકવિધ પ્રતિમાઓનું કલેક્શન (Christian man Large Collection of Ganesha idols) કર્યું છે. આ બાબતે એક ખ્રિસ્તી થઈને હિન્દુ લોકોને પણ ખૂબ જ નવાઈ લાગે છે.

એક ખ્રિસ્તી રોમન કેથલીક ડોનાલ્ડ માર્ક્સની કે જેઓ ખ્રિસ્તી હોવા છતાં પણ તેમણે ગણપતિજીની અવનવી પ્રતિમાઓનું કલેક્શન કર્યું છે.

જન્મદિવસ ઉપર ગણપતિજીની પ્રતિમા ભેટડોનાલ્ડ માર્ક્સના આ ગણેશજીની પ્રતિમાના કલેક્શન કરવા ઉપર ETV Bharatએ તેમના સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલાં તેમના એક મિત્રએ તેમને જન્મદિવસ ઉપર ગણપતિજીની પ્રતિમા ભેટ આપી હતી. ત્યારે તેમને એ પ્રતિમા જોઈને અંદરથી ખૂબ જ સારી એવી લાગણી થઈ હતી ત્યારથી એક કુદરતી જોડાણ એમનું ગણેશજી સાથે જોડાઈ ગયું હોય એવું તેમને લાગે છે.

ગણેશજીની વિવિધ પ્રકારના પ્રતિમાનું કલેક્શન કરવાનો પેશન

આ પણ વાંચોવડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ

અસંખ્ય ગણેશની પ્રતિમાઓ ડોનાલ્ડ માર્ક્સ પોતાના ગણેશજીની કલેક્શન વિશે વાત કરતા જણાવે છે કે, તેમની પાસે અત્યારે ગણી અસંખ્ય ગણેશની પ્રતિમાઓ છે. જો કોઈ પણ આ ગણેશજીની પ્રતિમાને ગણવાનો પ્રયાસ કરે છે તો કુદરતી રીતે જ કોઈ પણ આ પ્રતિમાને ગણી શકતું નથી. અનેક યુવાનો અનેક મુલાકાતિઓ અને ઘરમાં આવતા મહેમાનો તરીકે આવવાનો પ્રયાસો કરવા હોવા છતાં પણ આ ગણેશજીની પ્રતિમાને આજ દિવસ સુધી કોઈ ગણી શક્યું નથી.

ગણેશજીના પ્રતિમાનું અનોખું કલેક્શન

વિવિધ પ્રકારના ગણેશજી ગણેશજીની પ્રતિમાના કલેક્શનમાં ખાસ કરીને આરસની મૂર્તિઓ, કાચની મૂર્તિઓ પથ્થરમાંથી બનાવેલા વિવિધ પ્રકારના ગણેશજીઓ વાંસમાંથી બનાવેલા, ગણેશજી સોનાના વરખ વાળા ગણેશજી અને અનેક પ્રકારના ઘાટ અને સોપારીના ગણેશજી શ્રીફળમાંથી બનાવેલા ગણેશજી, થડના મૂળમાંથી બનાવેલા ગણેશજી જેવા અનેક પ્રકારના વિવિધ ગણેશજીનું કલેક્શન તમે ડોનાલ્ડ માર્ક્સ પાસે જોઈ શકો છો.

ગણેશજીના પ્રતિમાનું અનોખું કલેક્શન

મૂર્તિ લેવાની કુદરતી પ્રેરણાઆ મૂર્તિઓ માત્ર ગુજરાતમાંથી કે અમદાવાદ શહેરમાંથી આવી છે એવું જ નથી, પરંતુ દેશ અને વિદેશમાંથી પણ આ મૂર્તિઓનું કલેક્શન જોવા મળે છે. જેમાં થાઈલેન્ડ, સિંગાપોર, શ્રીલંકા વિયેતનામ અને ભારતના જુદા જુદા પ્રદેશો જેવા કે કેરલ, તમિલનાડુ ,ગોવા, ઉત્તર પ્રદેશ એવા અનેક વિસ્તારોમાંથી ડોનાલ્ડ માર્ક્સ આ મૂર્તિઓનું કલેક્શન કર્યું છે. ડોનાલ્ડ માર્ક્સ આ મૂર્તિઓ વિશે વાત કરતા જણાવે છે કે, કોઈ જગ્યાએ તેઓ સફર કરે છે તો હંમેશા તેમને સર્વપ્રથમ કુદરતી રીતે જ ગણેશજીની પ્રતિમા દેખાય છે. અંદરથી એમને એ મૂર્તિ લેવાની કુદરતી પ્રેરણા થતી હોય તો જ એ મૂર્તિ લેતા હોય છે. તેવી પણ એક ખાસ વાત તેમણે જણાવ્યું હતું.

ગણેશજીના પ્રતિમાનું અનોખું કલેક્શન

ડોનાલ્ડ માર્ક્સ ખ્રિસ્તી રોમન કેથલીક એક ખ્રિસ્તી થઈને તેઓ ગણેશજી જે હિન્દુ દેવી દેવતાનું સ્વરૂપ છે. તેમની મૂર્તિ એકત્ર કરે છે, ત્યારે શું તેમના સમાજમાંથી કે સમુદાયમાંથી તેમને કોઈ વિરોધનું સામનો કરવો પડ્યો છે, એવો પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કે જ્યારે એમને આ પેશન વિશે તેમના લોકોને જાણ થઈ હતી, ત્યારે તેમનું સમુદાયમાંથી તેમનો વિરોધ થયો હતો.

ગણેશજીના પ્રતિમાનું અનોખું કલેક્શન

આ પણ વાંચોગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણમુક્તિ માટે યુવાનોને અપનાવ્યો નવો અભિગમ્

અંતર આત્મા થકી ઈશ્વરને જાણીએ ડોનાલ્ડ માર્ક્સ માને છે કે, આસ્થા એ પોતાના અંદરથી આવતી વસ્તુ છે. માટે તેઓ ઈશ્વર હંમેશા આપણી અંદર રહેલા છે. તેમના બહારી સ્વરુપ કરતા આપણી અંદરના રહેલા અંતર આત્મા થકી ઈશ્વરને આપણે જાણીએ. એ જ સૌથી મોટો ધર્મ છે. એવું કહેનારા ડોનાલ્ડ માર્ક્સની (Roman Catholic in Christianity) વાત સૌથી અને બધાથી અલગ પડી આવે એવી છે.

ગણેશજીના પ્રતિમાનું અનોખું કલેક્શન

ડોનાલ્ડ માર્ક્સની વિચારધારાઅહી ખાસ વાત એ છે કે, ડોનાલ્ડ માર્ક્સ, તેઓ ઈસુ ખ્રિસ્તની પૂજા કરવાની સાથે સાથે ગણેશજીની પણ એટલું જ મહત્વ આપે છે. તેમનામાં એટલી જ શ્રદ્ધા ધરાવે છે. આ ગણેશ ચતુર્થી પર આપણે સૌ કોઈ નાત જાત અને ધર્મના ભેદભાવ ભૂલીને સૌ કોઈ જો ડોનાલ્ડ માર્ક્સ જેવી વિચારધારા ધરાવીએ તો ખરેખર ચતુર્થી ખરા અર્થમાં સાર્થક થઈ ગણાશે.

ABOUT THE AUTHOR

...view details