અમદાવાદઃ શહેરમાં દર વર્ષે 13 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ યોજાતો હોય છે. ત્યારે આ કોરોના સંક્રમણ વધતા પતંગ મહોત્સવ (Makarsankranti 2022) રદ કરવામાં આવ્યો છે ત્યારે આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો આવતા હોય છે જ્યારે અવનવા પતંગો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેવા શહેરીજનો (Ahmedabad River Front Desolate) નિરાશ છે.
સરકારને આવકનું પણ નુકસાન
આ વર્ષે કોરોના સંક્રમણને લઈને સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ તેમજ ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ રદ કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે અમદાવાદના લોકો કાઇટ ફેસ્ટિવલની મજા નહીં માણી શકે. આ ઉપરાંત સરકારને પણ વાઇબ્રન્ટ સમિટ રદ થવાથી કરોડોનું નુકસાન થયું છે. કારણકે વાઇબ્રન્ટ સમિટમાં સરકારને કરોડોની આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે દર વર્ષે યોજાતા રિવરફ્રન્ટ ઉપર યોજાતા ફેસ્ટિવલો ન યોજાતા રીવર ફન્ટ (Makarsankranti 2022) સૂમસામ ભાસી રહ્યો છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સરકારે ઘણો ખર્ચ કર્યો હતો તે પણ વ્યર્થ ગયો છે. ત્યારે આ વર્ષે કાઇટ ફેસ્ટિવલ ન યોજાતા લોકોમાં નિરાશા (Ahmedabad River Front Desolate) જોવા મળી છે.