અમદાવાદઃ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળશે. તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર રહેતી ટ્રકો પણ આ રથયાત્રામાં જોડાશે. જોકે, રથયાત્રા પહેલાં દરેક ટ્રકને અલગ અલગ થીમ સાથે શણગારવામાં આવશે. તો આ વખતે રથયાત્રામાં 101 ટ્રક (Trucks to join Rathyatra 2022) જોડાશે.
ફરી આકર્ષણનું કેન્દ્ર બનશે ટ્રક -અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને (Preparation of Ahmedabad Rathyatra) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે દર વર્ષે રથયાત્રામાં અખાડા, ભજન મંડળી, હાથી પણ જોડાય છે, પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો ટ્રક રહેતા હોય છે. ત્યારે હવે 2 વર્ષ પછી રથયાત્રામાં ટ્રકને મંજૂરી આપવામાં આવી હોવાથી ટ્રકોનો વિશેષ શણગાર કરવામાં આવશે. કોરોના કાળ બાદ 2 વર્ષ પછી ટ્રકોને રથયાત્રામાં જોડવાની મંજૂરી મળતા ટ્રક એસોસિએશનમાં (Approved by the Truck Association) ખુશી જોવા મળી હતી.
ટ્રકમાંથી ભક્તોને પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે -મહત્વનું છે કે, દરેક ટ્રક એ આકર્ષણનું કેન્દ્ર (Trucks to join Rathyatra 2022) હોય છે. ત્યારે ટ્રકમાંથી મોટા પ્રમાણમાં મગ, જાંબું, કાકડીનો પ્રસાદ રાખવામાં આવતો હોય છે, જે દરેક જગ્યાએ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવતો હોય છે.
આ પણ વાંચો-145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ