- અમદાવાદ પોલીસે કરી ઉજવણી 72માં પ્રજાસત્તાક દિવસની કરી ઉજવણી
- સાદગીપૂર્ણ રીતે પરેડ યોજી ઉજવણી કરાઇ
- પરેડ યોજી ધ્વજ વંદન કરાયું
અમદાવાદ: દેશભરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ પોલીસે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા દર વર્ષે યોજાતી પરેડ યોજવામાં આવી હતી.
પ્રજાસત્તાક દિવસની અમદાવાદ પોલીસે કરી સાદગીપૂર્ણ રીતે ઉજવણી શાહીબાગ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ
અમદાવાદ પોલીસના મુખ્ય મથક શાહીબાગ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા સાથે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને બાદમાં પરેડ પણ યોજાઈ હતી. જેનું પોલીસ કમિશનર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતી.
DCP ઝોન- 7 સહિત 5 પોલીસકર્મીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
અમદાવાદ શહેરના DCP ઝોન-7 સહિતના 5 પોલીસકર્મીઓને પ્રેમસુખ ડેલુને તેમની કામગીરી બદલ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સાથે જ અન્ય PI, ASI અને પોલીસ કોન્સ્ટેબલને પણ તેમની કામગીરી માટે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે કોરોનાને કારણે દર વર્ષે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ન હતા.