ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, 11 આરોપીની 22.98 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ - Raid by police ahmedabad

અમદાવાદ એલિસબ્રિજ પોલીસ દ્વારા ડબ્બા ટ્રેડિંગ કરતા ટોળકી પર દરોડા પાડવામાં આવ્યા હાત. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ટ્રેડિંગ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહી છે. આંબાવાડી GST ભવન પાસે આવેલા શ્યામક કોમ્પલેક્ષમાં પોલીસ દ્વારા દરોડામાં 9 કર્મચારીઓ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, આ દરોડામાં પોલીસે 18.52 લાખ રોકડા, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ સહિત કુલ 23 રૂપિયા લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ahmedabad police caught dabba trading
ahmedabad police caught dabba trading

By

Published : Sep 26, 2021, 6:38 PM IST

  • ડબ્બા ટ્રેડિંગ કરનારી ટોળકી પર પોલીસ દ્વારા દરોડા
  • દરોડા દરમિયાન 11 લોકોની ધરપકડ કરવામાં આવી
  • રોકડા 18 લાખ સહિત 22.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો

અમદાવાદ : આંબાવાડી GST ભવન પાસેના શ્યામક કોમ્પલેક્સમાંથી પોલીસે ગુજરાતનું સૌથી મોટુ શેર બજારનું ડબા ટ્રેડિંગ રેકેટ પકડી પાડ્યુ છે. આ રેકેટ વિકી રાજેશ ઝવેરી અને સૌમિલ અરવિંદ ભાવનગરી દ્વારા આ ડબા ટ્રેડિંગનું રેકેટ ચલાવવામાં આવતું હતું. આ મામલે પોલીસે બન્નેની ઓફિસમાંથી 9 કર્મચારી મળીને કુલ 11 માણસોની ધરપકડ કરીને રોકડા 18.52 લાખ રોકડા, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ સહિત કુલ 23 રૂપિયા લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્નેની ઓફિસમાંથી રોજનો કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાથી પૈસા ગણવા માટે 2 મશીન પણ રાખ્યા હતા.

એલિસબ્રિજ પોલીસે પાડી હતી રેડ

આ મામલે PI એસ. જે રાજપૂતે જણાવ્યું હતું કે, શ્યામ કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી ઓફિસ નંબર - 307 શાશ્વત સ્ટોક બ્રોર્કસ પ્રા.લી.ના માલિક વિકી ઝવેરી અને આ જ કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલી ઓફિસ નંબર- 408 પિનાક સ્ટોક બ્રોકર્સના માલિક સૌમિલ ભાવનગરી ગેરકાયદેસર શેર બજારનું ડબા ટ્રેડિંગ ચલાવતા હોવાની બાતમી એલિસબ્રિજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બન્ને ઓફિસમાં દરોડો પાડીને વિકી ઝવેરી અને સૌમિલ ભાવનગરી તેમજ સૌમિલના ભાઈ તેજસ સહિત 11 માણસોની ધરપકડ કરી હતી. આ બન્ને ઓફિસમાં કોમ્પ્યુટર, લેપટોપ ઉપર મેટા ટ્રેડર્સ નામની એપ્લિકેશન દ્વારા શેર બજારનું ડબા ટ્રેડિંગ કરવામાં આવતું હતું. જેની બાતમી મળતા એલિસબ્રિજ પોલીસની ટીમ ત્યાં અલગ અલગ ટીમ બનાવીને કોઈ લિફ્ટમાંથી તો કોઈ સીડી મારફતે પહોંચી હતી. આરોપીઓ મોટા ગજાના વેપારીઓ સાથે કનેક્ટેડ હોવાની શંકાના આધારે પોલીસે કોલ ડિટેઈલ કઢાવીને કોઈને પણ નહીં છોડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.

રેડમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી

શાશ્વત સ્ટોક બ્રોકર પ્રા. લી. નામની ઓફિસમાં બીજી નાની ઓફિસ આવેલી હતી. જેમાં 20 જેટલા મોબાઈલ ફોન, લાખો રૂપિયાની રોકડ અનેક સોફ્ટવેર, તેમજ હિસાબો મળી આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે, અહીંયા મોટા પાયે ડબ્બા ટ્રેડિંગ ચાલી રહ્યું હતું, જેથી પોલીસે બાતમીને આધારે ત્યાં પહોંચીને 11 લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન વિકી અને સૌમિલ પાસેથી રોકડ અને સિસ્ટમ સહિત 23 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમની પૂછપરછ કરવામાં આવતા બન્નેએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, તે ઓ શેર બજારનું ડબા ટ્રેડિંગ કરતા હતા, પરંતુ તેમની પાસે અઠવાડિયાની 2 લાખ રૂપિયાનું ટ્રેડિંગ કરવાની લિમિટ હતી. જેથી તેઓ અઠવાડિયામાં માત્ર 2 લાખ રૂપિયાનું ડબા ટ્રેડિંગ કરતા હતા, પરંતુ આ બન્નેની વાત પોલીસને ગળે ઉતરે તેમ નહીં હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details