- અમદાવાદના મેયર રીયલ કોમનમેન
- અમદાવાદના મેયર સામાન્ય પરિવારમાંથી આવે છે
- જૂના મકાનમાં જ રહેવા કર્યો છે નિર્ણય
અમદાવાદ : નવા ચૂંટાયેલા કિરીટ પરમારની આ કોર્પોરેટર તરીકે ત્રિજી ટર્મ છે. કિરીટ પરમાર ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. હાલ કિરીટ પરમાર બાપુનગરમાં આવેલી વીરા ભગતની ચાલીના પતરાવાળા મકાનમાં રહે છે. તેમના ઘરમાં કોઈપણ પ્રકારની વૈભવી સાધનસામગ્રી નથી. તેમણે નિર્ણય કર્યો છે કે, તેમને તેમના જ મકાનમાં જ રહેશે.
અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર રિયલ કોમનમેન, જુઓ તેમનું પતરાવાળું ઘર કિરીટભાઈ પ્રજાના સેવક રહ્યા છે
કિરીટ પરમાર વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક છે. આજે પણ તેમને સવાર-સાંજ શાખામાં જાય છે. કિરીટ પરમાર અપરણિત છે અને એકલા જ રહે છે. તેમને સામાન્ય સ્થિતિમાં રહીને પ્રજાના કામ કરીને સાચા અર્થમાં પ્રજાની સેવા કરે છે. કિરીટભાઈ પરમારના નામની મેયરપદે જાહેરાત થતાં તેમને ભાવુક થઈ ગયા હતા. પદાધિકારીઓએ તેમને મિઠાઈ ખવડાવીને મ્હો મીઠુ કરાવ્યું હતું. કોર્પોરેશનની સ્કૂલમાં ભણનારા આજે અમદાવાદના નગરપતિ બન્યા છે.
કિરીટ પરમારની રાજકીય સફર
કિરીટ પરમાર પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાના ખાસ વિશ્વાસુ ગણાય છે. છેલ્લા 15 વર્ષમાં ગોરધન ઝડફિયાના રાજકીય ઉતારચઢાવની અસર કિરીટ પરમારના રાજકીય જીવન પર રહી છે. 2005 અને 2010ની ટર્મમાં કિરીટ પરમારને ટિકિટ મળી ન હતી પરંતુ 2015માં તેમને સરસપુર રખિયાલ વૉર્ડમાંથી ટિકિટ મળી હતી અને આ વખતે 2021માં તેઓ ઠક્કર બાપાનગરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. આજે તેમને મેયર પદ પણ મળ્યું છે.