- અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલો રેમડેસીવીર ઈન્જેકશન આપવાનું બંધ કર્યુ
- રેમડેસીવીર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલને નહીં ફાળવામાં આવે
- 150થી વધુ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદ : શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે, ત્યારે જે દર્દીઓની પરિસ્થિતિ ખૂબ જ નાજૂક છે તે દર્દીઓને રેમડેસીવીર ઈન્જેકશન ફાયદાકારક થઈ શકે છે, પરંતુ ઇન્જેક્શન માટે શહેરમાં અછત સર્જાતા છેલ્લા ઘણા દિવસથી કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવેલી ફોર્મેટમાં ઇન્જેક્શન માગવા માટેની માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો :નવા 16 વિસ્તારોનો માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો
અમદાવાદમાં વસતા અન્ય જિલ્લાના નાગરિકો અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવે છે કે, અમદાવાદમાં વસતા અન્ય જિલ્લા કે અન્ય પ્રાંતના નાગરિકો અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી. કારણ કે જો તમને કોરોના હોય અને તમે અમદાવાદના નાગરિક છો તેનો તમારી પાસે પુરાવો એટલે કે અમદાવાદનું એડ્રેસવાળું તમારી પાસે જો આધારકાર્ડ હશે તો જ કોર્પોરેશન તમને તેની હોસ્પિટલમાં સારવાર પૂરી પાડશે.
આ પણ વાંચો :અમદાવાદ મનપા અને GPCBએ ઓક્સિજન કંટ્રોલરૂમ કર્યો શરૂ
કોર્પોરેશન પોતાના નિયમો બદલે તેવી નાગરિકોની આશા
તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે અમદાવાદમાં રહેતા અને પ્રેરણાથી પરેશાન થયેલા દર્દીઓને હાલત વધુ કફોડી બની છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિમાં સુધાર કરવામાં આવે અને નિયમોમાં ફેરફાર પણ કરાય તેવી લોકો આશા સેવી રહ્યા છે. કારણ કે હાલની પરિસ્થિતિ જે પ્રકારે વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન પોતાના નિયમો બદલે તેવી આશા નાગરિકો સેવી રહ્યા છે.