- કોરોનાના કેસની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય
- 108 મારફતે જ એડમિશનની પ્રક્રિયાનો નિર્ણય કર્યો રદ
- શહેરમાં વધુ 1,000 બેડ કોરોના માટે થશે ઉપલબ્ધ
- કોર્પોરેશન દ્વારા લેવાયેલો નિર્ણય 29 એપ્રિલથી મૂકાશે અમલમાં
અમદાવાદઃ જિલ્લાના અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, 27 એપ્રિલને મંગળવારે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ઝાટકણી કાઢતા આખરે AMCએ તેનો 108થી એડમિટ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.
અધિકારીઓની બેઠક બાદ નિર્ણય લેવાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની હોસ્પિટલોમાં ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈ સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ આજે બુધવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડો. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે