અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો (Ahmedabad Mumbai Bullet train)પ્રોજેક્ટ હતો. જાપાનના ટેકનિકલ સહયોગથી આ બુલેટ ટ્રેનને ભારતમાં લાવવાનું સ્વપ્ન જોયું હતું. અમદાવાદ મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી લાઈન પર બુલેટ ટ્રેન દોડવાની છે. જો કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયા પછી વિધ્નો આવ્યા કરે છે અને પ્રોજેક્ટ વિલંબમાં પડે છે. હવે શિન્ઝો આબેની હત્યાનું (Assassination of Shinzo Abe ) વિધ્ન આવ્યું છે.
2017માં ખાતમુહૂર્ત -જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે મળીને 2017માં અમદાવાદ આવીને બુલેટ ટ્રેન માટે અમદાવાદના સાબરમતીમાં ખાતમુહૂર્ત કર્યું હતું. ધી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના (National High Speed Rail Corporation) કહેવા અનુસાર અમદાવાદ મુંબઈ વચ્ચે જો બુલેટ ટ્રેન દોડતી થઈ જશે તો પ્રવાસનો સમય ઘટીને 3 કલાકનો થઈ જશે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે અસહકાર કર્યો -જોકે ખાતમુહૂર્ત થયા પછી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના (Ahmedabad Mumbai Bullet train)કામની શરૂઆત થઈ, જમીન અધિગ્રહણથી માંડીને તમામ ટેકનોલોજી પણ જાપાનથી આવી અને કામ શરૂ થયું. પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ખીચડી સરકાર આવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન બન્યા. ત્યાર પછી તેમણે જાહેરમાં એમ કહ્યું હતું કે બુલેટ ટ્રેન એ અમારી પ્રાથમિકતા નથી. તે નિવેદન પછી મહારાષ્ટ્રમાં જમીન સંપાદન મામલે ગુંચવાડો ઉભો થયો હતો. જે રાજ્યના મુખ્યપ્રધાનની પ્રતિષ્ઠાના મુદ્દાની વાત કરતાં હોય તેને જોતા મહારાષ્ટ્રનો કયો ખેડૂત રાજ્યના ભોગે રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે પોતાની કૃષિલાયક જમીનનું વેચાણ કરે?
આ પણ વાંચોઃ Bullet Train Project : અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે કહી મોટી વાત, ઠાકરેની કેવી ઝાટકણી કાઢી જૂઓ
અમદાવાદ વાપી વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન -આમ પહેલું વિધ્ન આવ્યું મહારાષ્ટ્ર સરકારનો અસહકાર. પછી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (National High Speed Rail Corporation) દ્વારા સત્તાવાર જાહેર કરાયું હતું કે ટેન્ડરમાં કુલ 508 કિલોમીટરમાંથી 47 ટકા વિસ્તારનો આવરી લેવામાં આવ્યો છે. જેમાં ઝરોલી ગામ કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવે છે. ત્યાંથી વાપી અને વડોદરા વચ્ચેનો વિસ્તાર આવે છે. તેમાં કુલ ચાર સ્ટેશન વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી એવી જાહેરાત થઈ હતી કે અમદાવાદથી વાપીના ઝરોલી સુધી બુલેટ ટ્રેન દોડાવાશે.