અમદાવાદ : ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ (Jagannath Rathyatra 2022) શહેરમાં 22 કિમી રૂટ પરથી પસાર થાય છે. ત્યારે આ વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ કાઢવામાં આવ્યો છે. મંદિરના મહંત દ્વારા પ્રેમ ભક્તિ,ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવવામાં આવે તેવી જનતાને અપીલ કરવામાં આવી હતી. જેને લઇને શહેરમાં ક્યાં રૂટ પર કેટલા વાગે રથયાત્રા નીકળશે તેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે -બે વર્ષ ભાગનાં જગન્નાથની (Jagannath Rathyatra Route) રથયાત્રા નીકળી રહી છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી આવશે. રથયાત્રા અગ્રભાગમાં 18 શણગારેલા ગાજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, 3 બેન્ડબાજા, ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી વધારે ખલાસીઓ હજાર રહેશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી અંદાજિત 2000થી વધુ સાધુ સંતો હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
હજારો કિલો પ્રસાદ વહેંચવામાં આવશે -રથયાત્રાના સમગ્ર રૂટમાં ભક્તોનો 3000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ કિલો ઉપેર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે. સાથે ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે. ભગવાન જગન્નાથ રથયાત્રા બે દિવસ પહેલા મંદિર દ્વારા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. જેમાં 29 તારીખના રોજ સવારે 8 વાગે ગર્ભ ગૃહ પ્રવેશ તેમજ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. સવારે 11 વાગે સંતોનું સન્માન કરવામાં આવશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. 30 તારીખે ગાજરાજોનું પૂજન રથોની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે. ત્યારબાદ શહેર શાંતિ સમિતિની મુલાકાત કરવામાં આવશે.