અમદાવાદઃ શહેરમાં આજે સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 145મી જળયાત્રા (Jagannath Jalyatra 2022) યોજાઈ હતી. જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તો ઢોલનગારા સાથે પહોંચી ગયા હતા. તો આ જળયાત્રા માટે વિશેષ વ્યવસ્થા (Special arrangement at Jagannath Temple) પણ કરવામાં આવી હતી. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય આ મિની રથયાત્રા યોજાઈ હતી. જળયાત્રા નિજ મંદિરે પરત આવી ત્યારબાદ મંદિરમાં ભગવાનની શોડષોપચાર પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાનને ગજવેશનો શણગાર કરાવવામાં આવ્યો હતો, જેને લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
રાજકીય અગ્રણીઓ જળયાત્રામાં જોડાયા - આ જળયાત્રા (Jagannath Jalyatra 2022) જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીએ પહોંચી હતી, જ્યાં રાજકીય અગ્રણીઓ દ્વારા વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં સાબરમતી નદીનું પૂજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મંદિર પરિસરમાં ત્રણેય રથને શણગારવામાં આવ્યા હતા.
જળયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર - જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી 7 જેટલા ગજરાજ પર ભવ્ય જળયાત્રા નીકળી હતી. આ જળયાત્રામાં (Jagannath Jalyatra 2022) બેન્ડ, અખાડા, નાસિક ઢોલ, ભજન મંડળી સાથે હજારો લોકો જોડાયા હતા, પરંતુ સૌનું આકર્ષણની કેન્દ્ર ભરત ભરેલા વસ્ત્રો આભૂષિત બળદગાડા બન્યા હતા.
ભક્તોએ લીધો ભગવાનની આરતીનો લ્હાવો-જગન્નાથ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કર્યા પછી તેમની આરતી ઉતારવામાં આવી હતી. જોકે, હવે 15 દિવસ સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. મંદિરમાં ભગવાનને વિશેષ ગજવેશથી શણગારવામાં આવ્યા હતા. તો મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લઈ ગજવેશના દર્શન કર્યા હતા. ભગવાન બળભદ્ર અને જગન્નાથજીએ ગણપતિનું રૂપ ધરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં યોજાતી આ જળયાત્રાનો વિશેષ મહિમા હોય છે.
આ પણ વાંચો-ભગવાન જગન્નાથની જળયાત્રા : અમદાવાદમાં 145મી રથયાત્રાની જળયાત્રા, શું હશે વ્યવસ્થાઓ જાણો
નીતિન પટેલે કેમેરામાં કેદ કરી મહત્વની ક્ષણ - સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજનમાં (Jagannath Jalyatra 2022) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi), પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ બેઠા હતા. જ્યારે સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નિજ મંદિરે ભગવાનનો જળાભિષેક કરાયો હતો. તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની ક્ષણને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. જોકે, આજે જળયાત્રાના કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જળયાત્રા દરમિયાન સાબરમતી નદીમાં ઉપસ્થિત હતા. જોકે, તેઓ પણ આ મહત્વની ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરતા પોતાની જાતને રોકી શક્યા નહતા.