વિકલાંગતા ધરાવતા બાળકો અને લોકોને જીવન ગુજારવા માટે 10 લાખથી વધુની આજીવીકા સામગ્રી સાંસદ કિરીટ પટેલના હસ્તે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 23 ટ્રાઇસિકલ, 27 ડિજિટલ હિયરિંગ એડ, 39 સિવણ મશીન સહિત વસ્તુઓ આપવામાં આવી હતી.
સાંસદ કીરીટ પટેલના હસ્તે અંધજન મંડળના 100થી વધુ લોકોને જીવન જરૂરી સામગ્રી અર્પણ કરાઇ
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા અંધજન મંડળ ખાતે વોઇસ ઓફ સ્પેશ્યલી ડિસેબલ કાર્યક્રમના ભાગરૂપે વિકલાંગતા ધરાવતા કુલ 100થી વધુ બાળકો અને લોકોને જીવન ગુજારવા માટે મદદરૂપ બની રહે તેવી 10 લાખથી વધુ મૂલ્ય ધરાવતી આજીવિકા સામગ્રી અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના હસ્તે આપવામાં આવી હતી.
અંધજન મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર સાંસદ કિરીટ પટેલ જણાવ્યું કે શારીરિક ખામી ધરાવતા લોકોને સાઇન કરવામાં આવે છે અને તેમની સરકાર સંસદમાં ખરડો પસાર કરી તેમને મુખ્યધારામાં લઇ આવવાનું પ્રયાસ કરી રહી છે.
16મી લોકસભામાં આ અંગેનું બિલ સંસદના નીચલા ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો. શારીરિક વિકલાંગતા ધરાવતા સ્પેશ્યલ એબ્લડ લોકોને રોજગારલક્ષી વધુ તક મળી રહે તેના માટે સરકાર વિવિધ યોજના લાવી છે અને તેમના હિત માટે કાર્યો આગળ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં 8000 સ્વયંસેવક અને યુએસમાં સ્થાયી થયેલા પ્રવીણ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં અંધજન મંડળના કારોબારી સચિવ ભૂષણ પુનાની, SAPના સલાહકાર રોહિત શાહ સહિતનાઓએ હાજરી આપી હતી.