અમદાવાદ શહેરના બ્રિજ સમારકામ બાદ ફરીથી ખુલ્લા મુકાયા - બ્રિજ સમારકામ બાદ ફરીથી ખુલ્લા મુકાયા
અમદાવાદઃ શહેરના છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા વધી છે, ત્યારે શહેરમાં આવેલ મીઠાખળી અંડરપાસ એક વર્ષથી સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો અને સુભાષબ્રિજ પણ સમારકામ અર્થે 20 દિવસથી લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જેનાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી, પરંતુ બંને બ્રિજ હવે લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં અનેક બ્રિજ છે, જેનાથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થાય છે. પરંતુ છેલ્લા કેટલાંય સમયથી શહેરમાં સુભાષબ્રિજ અને મીઠાખળી અંદર પાસ બંધ કરવામાં આવ્યા હતા. સુભાષબ્રિજ 56 વર્ષ જૂનો હોવાથી બ્રિજમાં એકસપાનશન ગેપ થઈ જતા જુના બેરિંગ બદલ્યા છે. મીઠાખળી અંડર પાસ અગાઉ કરતા 6.6 મીટર જેટલો પહોળો કરાયો છે. બંને બ્રિજ ખુલતા શહેરવાસીઓને રાહત મળી છે.
અમદાવાદ શહેરના બ્રિજ સમારકામ બાદ ફરીથી ખુલ્લા મુકાયા..