- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નવનિર્મિત કાશી વિશ્વનાથ મંદિરનું લોકાર્પણ કર્યું
- અમદાવાદમાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો
- વડાપ્રધાને દેશની જનભાવના પૂર્ણ કરી : મહેશ કસવાલા
અમદાવાદ : ભાજપ દ્વારા ગુજરાતના 18,000થી વધુ ગામડાઓ, દરેક તાલુકાઓ અને જિલ્લા સંગઠનોના મુખ્ય મથકો તથા દરેક શહેરોમા 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ('Divyakashi Bhavyakashi' program) ભાજપના કાર્યકરો અને આગેવાનો જોવે તેવું આયોજન કરાયું હતું. શહેરમાં બોડકદેવ ખાતે પણ ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ વારાણસીથી લાઈવ('Divyakashi Bhavyakashi' program live) કાર્યક્રમ નિહાળ્યો હતો.
કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ રહ્યાં ઉપસ્થિત
અમદાવાદ શહેરમાં બોડકદેવમાં આવેલ પરમેશ્વર મહાદેવ ખાતે બિગ સ્ક્રીન પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલ, ભાજપ સંગઠન મહાપ્રધાન પ્રદીપ વાઘેલા, સંગઠન પ્રધાન મહેશ કસવાલા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીગ કમિટીના ચેરમન હિતેશ બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.