- નરેશ કનોડિયાની હાલત ગંભીર
- હિતુ કનોડિયાએ પ્રાર્થના કરવા લોકોને અપીલ કરી
- હિતુ કનોડિયાએ ખોટા મેસેજ વાઇરલ ન કરવા કરી વિનંતી
અમદાવાદ: ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થયા છે. જે બાદ તેમની તબિયત વધુ લથડતા અમદાવાદની યૂ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે નરેશ કનોડિયાનું મોત નિપજ્યું હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવા મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જે મામલે પુત્ર હિતુ કનોડિયાએ સ્પષ્ટતા કરી છે.
- નરેશ કનોડિયાના મોતના ખોટા સમચારને હિતુ કનોડિયાએ આપ્યો રદિયો
નરેશ કનોડિયા મૃત્યુના ખોટા મેસેજ વાઇરલ થવા મામલે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આ અંગે નિવેદન આપ્યું છે. હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, નરેશ કનોડિયા હાલ સારવાર હેઠળ છે. હાલત ગંભીર છે. મારા પપ્પાનું ઓકિસજન લેવલ ઘટી રહ્યું છે, પરંતુ ડૉકટર સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ સહીસલામત છે, તેમના મૃત્યુ અંગેના ખોટા મેસેજ વાઇરલ ના કરશો. આ મેસેજ કોણે વાઇરલ કર્યા એ હું જાણતો નથી, હું મારા પપ્પાની સારવાર કરાવવામાં વ્યસ્ત છું. ડૉકટરો સારી રીતે સારવાર આપી રહ્યા છે.
- નરેશ કનોડિયા માટે લોકોને પ્રાર્થના કરવાની અપીલ