અમદાવાદનું આ 'હેપ્પી ફ્રીઝ' ઠંડુ પાણી નહીં પણ ભૂખ્યાને ફ્રીમાં ભોજન આપે છે... - ભુખ્યાને ફ્રીમાં જમવાનું
દેશમાં આજે પણ રાતે લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોય છે, ત્યારે કેટલાક લોકોને ઘરમાં કે સામાજિક પ્રસંગમાં જરૂર કરતાં વધારે જમવાનું બનાવવામાં આવે છે અને જમવાનું વધતા તેને ફેંકી દેવામાં આવે છે, ત્યારે બંને સંજોગોને ધ્યાનમાં રાખીને પાલડી વિસ્તારના શાંતિ ટાવરના રહીશોએ એક અનોખી પહેલ શરૂ કરી છે.
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શાંતિ ટાવરમાં રહેતા રહીશોને વિચાર આવ્યો કે, આપણી સોસોયટી ઉપરાંત બીજા વિસ્તારમાં રોજે રોજ લોકોના ઘરે જમવાનું બનેે છે અને ક્યારેક જમવાનું બનાવ્યા બાદ વધે પણ છે. આવા વધતા ભોજનને ફેંકી દેવા કરતા ભોજનને બેસ્ટ તરીકે ઉપયોગ કરી કોઈકના પેટમાં જાય તેવું કરવામાં આવે. આ વિચારને લઈને સોસાયટીના રહીશોએ સોસાયટીના દરવાજા પાસે ફ્રીઝ મૂક્યું છે, જેનું નામ પણ HAPPY ફ્રીઝ આપવામાં આવ્યું છે.
20 દિવસ અગાઉ મુકેલ આ ફ્રીઝ મુકવાનો ઉદ્દેશ્ય એ છે કે, કોઈપણ વ્યક્તિના ઘરે જ્યારે જમવાનું કે અન્ય ખાવાની વસ્તુ વધે છે અને તે સારી ગુણવત્તાવાળી હોય તો તેને ફેંકવાની જગ્યાએ આ HAAPY ફ્રીઝમાં મુકવી. જેથી રસ્તે જનાર કોઈ પણ ભૂખ્યો વ્યક્તિ તેને જોઈને ભૂખ સંતોષવા ખાઈ શકે. જ્યારે વસ્તુ ફેંકવામાં જાય છે ત્યારે તેનો બગાડ જ થાય છે, તેના બદલે કોઈ વ્યક્તિના પેટમા જાય તો તેનો સાચો ઉપયોગ થાય અને કોઈને રાટ્વિ ભૂખ્યું ન સૂવું પડે.