ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની GLS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને આપી ધમકી જો ફી નહિ ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે - GLS University students threatened

કોરોના કાળમાં પણ ખાનગી યુનિવર્સિટીઓએ પોતાની મનમાની ચાલુ રાખી છે. અમદાવાદની ખાનગી GLS યુનિવર્સિટી દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરિક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય કરવામા આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદની GLS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને આપી ધમકી જો ફી નહિ ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે
અમદાવાદની GLS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને આપી ધમકી જો ફી નહિ ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

By

Published : Aug 26, 2020, 3:08 AM IST

અમદાવાદઃ કોરોના કાળમાં ધંધા રોજગારને માઠી અસર પડી છે, પરંતુ શૈક્ષણીક સંસ્થાઓ ચલાવતા સંચાલકોને રત્તીભાર પણ શરમ નથી કે તેઓ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપે. GLS યુનિવર્સિટીએ તો ફી ન ભરનાર વિદ્યાર્થીઓને મેસેજ કરીને પરિક્ષામાં ન બેસવા દેવાની ધમકી પણ આપી દીધી છે.

અમદાવાદની GLS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને આપી ધમકી જો ફી નહિ ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

આ મેસેજથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 26 ઓગસ્ટથી મિડસેમ પરિક્ષા શરૂ થઇ રહી છે, ત્યારે GLS યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના આઇડી બ્લોક કરી દીઘા છે. GLSમાં અભ્યાસ કરતા અંકિતના પિતા પાણીપુરીની લારી ચલાવે છે. જેણે છેલ્લા 3 મહીનાથી ઘરનુ ભાડુ ભર્યુ નથી. ત્યારે કોલેજની ફી કેવી રીતે ભરે તે પ્રશ્ન છે.

અમદાવાદની GLS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને આપી ધમકી જો ફી નહિ ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

વિદ્યાર્થીઓની રજૂઆત સંચાલકોએ ધ્યાને લીધી નહોતી. વિદ્યાર્થીઓ જ્યારે આ મામલે ભાલચંદ્ર જોષીને મળવા પહોંચ્યા ત્યારે તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ ફી તો ભરવી જ પડશે. તો જ પરિક્ષામાં બેસવા દેવામા આવશે. હાલમા સરકારના આદેશને પગલે યુનિવર્સિટીઓ બંધ છે. ત્યારે લાયબ્રેરી, લેબોરેટરી સહીતની ફેસિલીટી વિદ્યાર્થીઓ માટે બંધ છે. તેમ છતા યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી તેની ફીની વસુલાત કરી રહી છે.

અમદાવાદની GLS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને આપી ધમકી જો ફી નહિ ભરો તો પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે

ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે તેમા પણ ફી માફી આપવામા આવે. જો કે આ મામલે ન તો સરકાર કે યુનિવર્સિટી કોઇ ફોડ પાડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details