અમદાવાદઃ અમદાવાદમાં ભાજપના વધુ એક કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયાના કોર્પોરેટર ભાવના પટેલનો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 7 દિવસમાં તેમના સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લે તેવી કોર્પોરેટરે અપીલ કરી છે.
અમદાવાદઃ ઘાટલોડિયાના કોર્પોરેટર ભાવના પટેલ કોરોના પોઝિટિવ - ભાવના પટેલ
રાજ્યમાં નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તેવામાં હવે ઘાટલોડિયાના કોર્પોરેટર ભાવના પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવવાથી બાકાત રહ્યા નથી. છેલ્લા 7 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા પણ ભાવના પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદઃ ઘાટલોડિયાના કોર્પોરેટર ભાવના પટેલ કોરોના પોઝિટિવ
ઘાટલોડિયાના કોર્પોરેટર ભાવના પટેલની તબિયત હાલ સ્થિર છે. તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે-ત્રણ દિવસથી તબિયત સારી ન હોવાથી ભાવનાબેને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા તરત જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. છેલ્લા 7 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા ભાવનાબેને અપીલ કરી છે.