અમદાવાદઃ ફિલ્મી સ્ટાઈલે લોકોને નકલી અધિકારી બનીને લૂંટતાં હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુખ્ય આરોપી કિરીટ અમીન અને તેની પત્ની ભાવના છે. કિરીટ અગાઉ સરકારી કચેરીમાં જ નોકરી કરતો હતો જે બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. કિરીટ તેના અન્ય સાથીઓ મળીને પ્લાન ઘડતો હતો જેમાં એક વ્યક્તિ દલાલ બનતી હતી જ્યારે એક વ્યક્તિ વેચનાર બનતી હતી. આ લોકો કોઈ ખરીદનારની શોધમાં ફરતાં હતાં. જે બાદ સોનું કે ડોલર સસ્તા ભાવે આપી દેવાનું છે કહીને ડીલ કરતાં હતાંડી ચાલુ હોય તે દરમિયાન કિરીટ અને તેની પત્ની પોલીસ બનીને પહોંચી જતાં હતાં. પહોંચ્યાં બાદ ડીલ કરવા આવનારા વ્યક્તિને લૂંટી લેતાં હતાં.
અમદાવાદમાં પતિ-પત્ની નકલી પોલીસ બની અને ખોટી ડીલ ઉભી કરી લોકોને લૂંટતાં ઝડપાયાં - ઠગ ટોળકી
અમદાવાદ રામોલ પોલીસે પતિપત્ની સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. જેઓ સસ્તા ભાવે સોનુ વેચવાનું કહીને ડીલ કરતાં હતાં. બાદમાં ડીલ ચાલી રહી હોય ત્યાં નકલી પોલીસ બનીને પહોંચી જતાં અને ડીલ કરવા આવેલા વ્યક્તિને લૂંટી લેતાં હતાં. અત્યાર સુધી 35 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યાં છે અને 1 કરોડથી મોટી રકમ ચાઉ કરી લીધી છે.
અમદાવાદ: પતિપત્ની નકલી પોલોસ બનતાં અને ખોટી ડીલ ઉભી કરીને લોકોને લૂંટતાં ઝડપાયાં
આ ગેંગને રામોલ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી પોલીસનો યુનિફોર્મ, નકલી આઈ કાર્ડ, રિવોલ્વર અને નકલી રૂપિયા મળી આવ્યાં હતાં. ઉપરાંત કેટલાક શહેરોમાં ડીલ કરવા માટે એજન્ટ પણ રાખ્યા છે. આરોપીઓની ધરપકડથી 35 જેટલા ગુના આ પ્રકારે આચરાયાં હોવાનું સામે આવ્યું છે અને કુલ 1.30 કરોડની અત્યાર સુધી લૂંટ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપીઓ સાથે સામેલ અન્ય ઇસમોની પણ ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.